Gujarati News

Gujarati News

News of Friday, 7th February 2020

અમરેલીનાં ગાવડકામાં પત્ની ઉપર હુમલોઃ સાસરીયા સામે ફરીયાદ

અમરેલી તા.૭ : અમરેલી તાલુકાના ગાવડકા ગામ રહેતી રીનાબેન શૈલેષભાઇ ગોરૈયા (ઉ.વ.રર) ના પતિ શૈલેષ પિયરમાં ફોન કરવાની  ના પાડી ગાળો બોલી કમર પટા વે માર મારી ધમકી આપી અવાર નવાર પતિ અને સાસુએ ત્રાસ આપ્યાની અમરેલી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

માચીયાળા નજીક આઇશરટ્રકે બાઇકને હડફેટે ચડાવ્યું

માચીયાળા નજીક તા.૩૧-૦૧ના સાંજના અશ્વિન ભીખુભાઇ દેવાણી પોતાનું યામાહા બાઇક નં.જી.જે.૦૧-જે.એકસ ૦ર૯૪ લઇને બિયારણના કામે  જતો હતો. ત્યારે અજાણ્યા આઇશર ટ્રકના ચાલકે પુરઝડતે અને બે ફિકરાઇથી ચલાવી બાઇક સાથે અથડાવી ગંભીર ઇજા પહોંચાડી નાશી ગયાની અમરેલી તાલુકા પોલીસ મથકમાં પિતા ભીખુભાઇ વલ્લભભાઇ દેવાણીએ ફરીયાદ નોંધાવી છે.

(3:48 pm IST)