Gujarati News

Gujarati News

News of Friday, 7th February 2020

જુનાગઢમાં પ૦૦૦ ઉછીના માંગી છરી વડે હુમલો - રીક્ષાના હુડમાં ચેકા માર્યા

જુનાગઢ તા.૭ : જુનાગઢમાં એક શખ્સે પ૦૦૦ ઉછીના માંગી છરી વડે હુમલો કરી યુવાનને ઇજા પહોંચાડી અને રીક્ષાના હુડમાં ચેકા મારી નુકસાન કર્યાની પોલીસ ફરિયાદ થઇ છે.

આ બનાવની વિગતો એવી છે કે જુનાગઢમાં સરદાર બાગ પાસે રહેતા અબ્દુલ વહાબ અબુલ હમીદ અન્સારી (ઉ.વ.૪૧) નામના યુવાન પાસે હાસમ મહેબુબ શેખે રૂ.પ૦૦૦ ઉછીના માંગેલા પરંતુ યુવાને પૈસા આપવાની ના પાડતા જેનાથી ઉશ્કેરાઇ જઇને અબ્દુલ અંસારીએ છરી વડે હુમલો કરી અને પિયાગો રીક્ષાના હુડમાં ચેકા મારીને નુકસાન પહોંચાડયુ હતુ.

બનાવ અંગે જુનાગઢ એ ડીવીઝન પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી આગળની તપાસ હાથ ધરી છે.

(3:47 pm IST)