Gujarati News

Gujarati News

News of Friday, 7th February 2020

મોરબીના રોકડીયા હનુમાન નજીક વાડીમાં યુવાનને ગળેફાંસો ખાઈ લેતા ચકચાર

મોરબીના રોકડીયા હનુમાન નજીક આવેલ વાડીમાં યુવાનને અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લેતા ચકચાર મચી જવા પામી હતી.બનાવ અંગે મોરબી બી ડીવીઝન પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

  મળતી માહિતી મુજબ નવા ધરમપુર ગામે રહેતા દિનેશભાઈ બચુભાઈ કીડિયા (ઉ.૩૮)એ મોરબીના રોકડીયા હનુમાન નજીક આવેલ વાડીમાં કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ જત્તા તેનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી બી ડીવીઝન પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

(1:57 pm IST)