Gujarati News

Gujarati News

News of Friday, 7th February 2020

વિસાવદરનાં ઘંટીયાણ ગામે નાના ભાઇની પત્ની પર જેઠે નજર બગાડી

છેડતી અને બિભત્સ માંગણી કરી

જુનાગઢ તા.૭ : વિસાવદરના ઘંટીયાણ ગામે નાના ભાઇની પત્ની પર જેઠે નજર બગાડતા ચકચાર વ્યાપી ગઇ છે.

ઘંટીયાણ ગામની એક ૩૦ વર્ષીય મહિલા ગઇકાલે બપોરે કપડા ધોતી  હતી ત્યારે તેણીનો જેઠ આવી ચડયો હતો.

અને તેણે નાના ભાઇની પત્નીની આબરૂ લેવાના ઇરાદે ગાલ ઉપર હાથ ફેરવી બિભત્સ માંગણી કરેલ અને છેડતી કરતા મહિલાએ પ્રતિકાર કરેલ.

આથી આ શખ્સે ઉશ્કેરાઇ પથ્થર વડે હુમલો કરીને નાસી ગયો હતો. વિસાવદર પોલીસે મહિલાની ફરિયાદનાં આધારે તપાસ હાથ ધરી છે.

(1:02 pm IST)