Gujarati News

Gujarati News

News of Friday, 7th February 2020

માધાપર વાડી કન્યા શાળાની વિદ્યાર્થીનીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીના શૈક્ષણિક પ્રવાસે

 મોરબી : માધાપરવાડી કન્યા શાળાની વિદ્યાર્થીનીઓએ વિશ્વની સૌથી ઉંચી ૧૮૨ મીટરની સરદાર પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ભારતની એકતા અને અખંડીતતાના પ્રતિક એવા સરદાર પટેલની જીવન ઝરમર રજુ કરતુ સંગ્રહાલય, યુનિટી ગ્લો ગાર્ડન, ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા સરદારનું રૂબરૂ દર્શન કર્યું હતું. ઉપરાંત પોઈચા ખાતે ભગવાન સ્વામીનારાયણની પ્રદર્શની અને લેસર શોનો આનંદ વિદ્યાર્થીનીઓએ માણ્યો હતો તેમજ રાત્રી રોકાણ પોઇચા ખાતે તંબુમાં કર્યું. પ્રવાસના બીજા દિવસે પાવાગઢ પર્વતનું આરોહણ કરી પ્રકૃતિની મોજ લીધી હતી, આમ બે દિવસ તમામ બળાઓએ પોતાના અભ્યાસક્રમમાં આવતા સ્થળોની રૂબરૂ મુલાકાત લઈ જાત માહિતી મેળવી શૈક્ષણિક સજ્જતા કેળવી હતી, પ્રવાસ દરમ્યાન કોઈ પણ જાતની તકલીફ ન પડે એ માટે કાળુભાઇ પરમાર અધ્યક્ષ સ્કૂલ મેનેજમેન્ટ કમીટી માધાપરવાડી કન્યા શાળા સાથે જોડાયા હતા, પ્રવાસને સફળ બનાવવા દિનેશભાઈ વડસોલા, દયાલજીભાઈ બાવરવા, ચાંદનીબેન સાંણજા વગેરેએ જહેમત ઉઠાવી વ્યવસ્થા પુરી પાડેલ હતી.

(12:59 pm IST)