Gujarati News

Gujarati News

News of Friday, 7th February 2020

સાયલા હાઇવે પર દૂધના કેનમાંથી દૂધની ચોરી કરતા બે ઇસમો ઝડપાયા

ર૮૦ લીટર દૂધ-૩૦ નંગ ખાલી કેન સહિતનો મુદામાલ કબ્જે કરાયેલ

વઢવાણ તા. ૭ :.. સુરેન્દ્રનગર થી આગળ જતા સાયલા હાઇવે પર શંકાસ્પદ હાલતમાં ઉભેલા ટેન્કરની રાજકોટ આરઆરએલના લક્ષ્મણસિંહ હરિસિંહ ઝાલા હેડ કોન્સ્ટેબલ તલાસી લેવા અરોપીએ કંપનીમાં ટ્રેક પર મારેલા સીલ તોડીને દૂધની ચોરી કરતા ઇસમોને પકડી તેના વિરૂધ્ધ ગુન્હો દાખલ કરેલ છે.

પ્રાપ્ત વિગત મુજબ સાયલા નજીક હાઇવે પર સાઇડમાં ઉભેલી એક ગાડીને તપાસી પુછપરછ કરતા ગાડી પાસે દૂધના કેનમાંથી શીલ ખોલીને દૂધની ચોરી કરતા બે ઇસમો નજરે પડતા તેમના વિરૂધ્ધ આઇપીસી કલમ ૩૭૯/૪૦૮-૧૧૪ મુજબ ગુન્હો દાખલ કરી આ કામના આરોપી દેવરાજભઇ ઉર્ફે વિક્રમભાઇ બેચરભઇ રહે. પાંચવડા તથા બીકારામ વીરમારામ ચૌધરી રહે. બાડમેર (રાજસ્થાન) ની ધરપકડ કરી અન્ય નાસી ગયેલા આરોપીની શોધખોળ આદરી છે.

પોલીસે સ્થાનિક જગ્યાએથી ર૮૦ લીટર દૂધ કિંમત રૂ. ૧૪૦૦૦ રોકડ રકમ રૂ. રર૭પ૦૦ તથા દૂધના ખાલી કેન નં. ૩૦ કિંમત રૂ. ૬૦૦૦, તથા ડ્રીલ મશીન કિ. રૂ. ર૦૦૦, તથા વાહનો કિ. રૂ. ૧૬,૦૦૦ મળી કુલ રૂ. ૧૮,૪૯૦,૦૦ નો મુદામાલ કબ્જે કરેલ છે.

આ ઉપરાંત અન્ય આરોપીઓએ હાઇવે પરથી પસાર થતા ટ્રક-ટેન્કરોમાંથી પેટ્રોલ જેવું જવલનશીલ પ્રવાહી હોટલના રૂમમાં રાખેલ હોય તેવું જવલનશીલ પ્રવાહી લીટર પપ૦ કિંમત રૂ. ૩૮પ૦૦ કબ્જે કરેલ છે આરોપીઓ વિરૂધ્ધ આ જવલનશીલ પ્રવાહી સંઘરી રાખવા માટે ગુન્હો દાખલ કરેલ છે.

(12:58 pm IST)