Gujarati News

Gujarati News

News of Friday, 7th February 2020

આજથી ૩ દિવસ રાજ્યમંત્રી વાસણભાઇ કચ્છ પ્રવાસે

ભુજ, તા.૭:  રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિર આજે તા.૭/૨ થી ૧૦/૨ સુધીના કચ્છ જિલ્લાના પ્રવાસે આવી રહયા છે. તેઓ આજે  ૭મીએ સવારે ૧૦.૩૦ કલાકે પઠા ડાડા મંદિરની બાજુમાં મિદીંયાળા મધ્યે જિલ્લા કક્ષાના પશુપાલન શિબિરમાં હાજરી આપી હતીે. તા.૮મીએ રતનાલ ખાતે અનામત રહેશે.

તા.૯મીએ સવારે ૯.૩૦ કલાકે માતૃછાયા કન્યા વિધાલય, ભુજ મધ્યે જિલ્લા કક્ષાના કલા મહાકુંભ સ્પર્ધા શુભારંભ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. ૧૧ કલાકે હરીનારાયણ આર્કેડ, સવાસર નાકા, અંજાર મુકામે ભારતીય જન ઔષધી કેન્દ્ર શુભારંભ કાર્યક્રમમાં હાજરી આપશે.

તા.૧૦મીએ સવારે ૧૧ કલાકે મોડવદર-અજાપર ત્રણ રસ્તા, નેશનલ હાઈવે મધ્યે વિવિધ રસ્તાઓના ખાતમૂહૂર્ત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.

(11:49 am IST)