Gujarati News

Gujarati News

News of Friday, 7th February 2020

હળવદની તક્ષશિલા વિદ્યાલયમાં ડો.ચંદ્રમૌલી જોષીનો ગણિત અને ગમ્મત સાથે સેમીનાર યોજાયો

 હળવદ તા.૭ : અહીં ની તક્ષશીલા વિધાલય ખાતે ગોખણીયુ ગણિતને બદલે ગમ્મત સાથે ગણિત થીમ હેઠળ ઓલ ઇન્ડિયા રામાનુજન મેથ્સ કલબના ચેરમેન અને સી.બી.એસ.ઈ.ના બોર્ડ મેમ્બર ડો.ચંદ્રમૌલી જોષીનો સેમીનાર યોજાયો હતો.ધોરણ ૧૦-૧૨ ની પરિક્ષાનો હાઉ અને ગણિતની ગડમથલ દુર થાય તે માટે ડો.ચંદ્રમૌલી જોષી ગણિત તો ગાર્ડનમાં બેસી ભણવાનો વિષય છે તેવી ટકોર કરી હતી તો ચાર આકડાના સરવાળાનો સેકન્ડમાં સોલ્યુશન લાવવાની અવનવી રીતો બતાવી હતી.વૈદિક મેથ્સ એક લાખથી કરોડ સુધીના આકડાના વિવિધ સિદ્ઘાતો અને પાયાના ખ્યાલો દ્વારા વર્ગ,વર્ગમૂળ, દ્યન, દ્યનમૂળ શોદ્યતા ગણતરીની મીનીટોમાં શીખી સહાય તેવા શોર્ટ કટ બતાવ્યા હતા.વિવિધ ટેકનીકો શીખવતા શીખવતા ત્વરિત ટેસ્ટ લઈને સ્પધામાં ગોલ્ડ મેડલ મેળવનાર સેફતરા લખમણ, પટેલ દ્રષ્ટ્રી, સિલ્વર મેડલ મેળવનાર ખુમાણ એન્જલ તેમજ સથવારા ફાલ્ગુની અને બ્રોન્ઝ મેડલ મેળવનાર પરમાર પ્રતિકનું રામાનુજન મેથ્સ કલબ તરફથી સન્માન કરવામાં આવ્યું હતું.

મ્યુઝીક સાથે મેથ્સ થીમ હેઠળ ત્રણ અંકોના ગુણાકાર મ્યુઝીક સાથે કઈ રીતે શીખી શકાય તેવી રીતે ગમ્મત સાથે ગણિત શિખવેલ. ફેબ્રીઆરી મહિનાના અંતમાં તક્ષશીલા વિધાલયમાં શરુ થનાર અટલ ટીકરીંગ લેબોરેટરીના ઉદ્ઘાટનમાં હોમી ભાભા એટમિક રીસર્ચના વૈજ્ઞાનિકો, ઈસરોના અને સી.વી. રમન સાયન્સ ભવનના વૈજ્ઞાનિક, રામાનુજન મેથ્સ કલબના ગણિત શાસ્ત્રીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હા તે માટે શાળાના મેનેજીંગ ડાયરેકટર ડો.મહેશભાઈ પટેલે વિધિવત આમંત્રણ આપ્યું હતું અને શાળાના આચાર્ય અરવિંદભાઈ સોલંકી, કોલેજના આચાર્ય દિવ્યેશભાઈ જોશી, સંચાલક હિતેશભાઈ કૈલાએ મોમેન્ટો આપી ડો.ચંદ્રમૌલી જોશીનું સન્માન કયું હતું.

(11:44 am IST)