Gujarati News

Gujarati News

News of Friday, 7th February 2020

ભાવનગર કોર્ટ ખાતે સંવેદનશીલ સાક્ષીઓની જુબાની લેવા માટે અલગ વિભાગનો પ્રારંભ

ભાવનગર : ઙ્ગ ભાવનગર જિલ્લા અદાલત ખાતે સર્વોચ્ચ અદાલતે આપેલ માર્ગદર્શન અનુસારનું સંવેદનશીલ સાક્ષીઓની જુબાની લેવા માટેના સેન્ટર તૈયાર કરવામાં આવ્યું છે.આજે આ સેન્ટરનું ઉધ્દ્યાટન કરવામાં આવ્યું હતું. ગુજરાત હાઈકોર્ટેના ન્યાયાધીશ આશુતોષ શાસ્ત્રીના હસ્તે ખુલ્લા મુકવામાં આવેલ આ સેન્ટરના પ્રારંભે ભાવનગર જિલ્લા જજ સુશ્રી શુભદાબેન બક્ષી,તમામ ન્યાયાધીશ, ભાવનગર રેન્જ ડી.આઈ.જી અશોકકુમાર યાદવ, બાર એસોસિએશનના હોદ્દેદારો, સભ્ય ધરાશાસ્ત્રીઓ,કોર્ટના અધિકારીઓ, કર્મચારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતાં.તે પ્રસંગની તસ્વીર. (તસ્વીર : વિપુલ હિરાણી, ભાવનગર)

(11:44 am IST)