Gujarati News

Gujarati News

News of Friday, 7th February 2020

ખંભાળીયાના મોવાણ ગામે ખેતરમાં ખાડો કરી છુપાવેલ દારૂ સાથે ગઢવી ઝડપાયો

ખંભાળીયાઃ મોવાણ ગામની સીધ્ધપુર ગામ તરફ આવેલ નદીકાંઠા સીમમાં મોવાણ ગામના કરમનભાઇ જેશાભાઇ ભાન ગઢવીએ પોતાના કબ્જા ભોગવટાના ખેતરમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો મંગાવી છુટક છુટક વેચાણ કરે છે તેવી હકીકત મળતા રેઇડ કરતા પોતાના ખેતરા શેઢે ખાડો કરી તેમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો સંતાડી તેના ઉપર ઘાંસ ઢાકી દીધેલ હોય જે ખાડામાંથી સંતાડેલ મળી આવેલ જેમાં બોટલો નંગ ૬પ કિ.રૂ. ર૬૦૦૦નો દારૂનો જથ્થા સાથે પકડાઇ જતા તેના વિરૂધ્ધ ખંભાલીયા પોલીસ સ્ટેશન ગુનો રેકર્ડ કરાવેલ અને સદર દારૂનો જથ્થો ભાણવડ તાલુકાના પાછતરડી ગામના કરશન ઉર્ફે ભુરો હીરાભાઇ કોડીયતર પાસેથી મંગાવેલ હોય મજકુરને પકડી પાડવા આગળની તપાસ હાથ ધરેલ છે. આ કાર્યવાહી એલસીબીના પીઆઇ એમ.ડી.ચંદ્રાવાડીયા, એએસઆઇ અરવિંદભાઇ નકુમ, બીપીનભાઇ એચ.જોગલ, એચસી મશરીભાઇ ભારવાડીયા, જેસલસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા તથા હસમુખભાઇ કટારા દ્વારા કરવામાં આવેલ છે.

(11:43 am IST)