Gujarati News

Gujarati News

News of Friday, 7th February 2020

સી.એ.એ.ના વિરોધ અને સમર્થન કરનારાઓ વચ્ચે વહિવટી તંત્રના નિર્ણય અલગ-અલગઃ માઇનોરીટી ડીપાર્ટમેન્ટ-ભાવનગર

ભાવનગર તા.૭ : ભાવનગર શહેરમાં રાષ્ટ્રીય એકતા મંચ દ્વારા સી.એ.એ.ના જનસમર્થનમાં રેલી નીકળી પરંતુ આ અગાઉ માઇનોરીટી ડીપાર્ટમેન્ટ દ્વારા સી.એ.એ. અને એન. આર. સી.કાયદા બીલનો વિરોધ દર્શાવવા અને જીલ્લા કલેટકરને આવેદનપત્ર આપવા અને રેલી કાઢવા માટે વહિવટીતંત્ર પાસે મંજુરી માંગવામાં આવી હતી. પરંતુ વહિવટીતંત્ર દ્વારા આ રેલી બાબતે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જોખમાય અનેટ્રાફીકને અડચણરૃપ થાય તેમ હોવાથી રેલીની મંજુરી આપવામાં આવી ન હતી. જેથી શહેરના મોતીબાગ ટાઉનહોલ ખાતે મોટી સંખ્યામાં એકત્રીત થયેલા માઇનોરીટી ડીપાર્ટમેન્ટના આગેવાનો કાર્યકરો નિરાશ થયા હતા.જયારે આજે સમર્થનમાં રેલી નીકળી ત્યારે માઇનોરીટી ડીપાર્ટમેન્ટના આગેવાનોએ રોષ વ્યકત કરી તેમને અન્યાય થયો હવાનું એક યાદીમાં જણાવાયું છે.

માઇનોરીટી ડીપાર્ટમેન્ટના આગેવાનો ચેરમેન અનવરખાન પઠાણ, અકબરભાઇ ખીમાણી, કાળુભાઇ બેલીમ, સાજીદ કાજી સહિતના આગેવાન કાર્યકરોએ એક નિવેદનમાં જણાવ્યું છેકે, નાગરીકતા સુધારો કાયદો (સી.એ.એ.) બીલ દેશની સંસદમાં બહુમતીના જોરે પસાર કરવામાં આવેલ છે. ધર્મના આધારે નાગરીકતા આપવાની થીયરી દેશના બંધારણ વિરૃદ્ધ છે. સી.એ.એ. ભારતીય બંધારણની કલમ ૧૪ નો ભંગ છે. અને દેશના સાર્વભૌમત્વની વિરૃદ્ધ છે. ભારત દેશ બિનસંપ્રદાયીક દેશ છે કોમી એકતા ભાઇચારા અને એખલાસનો માહોલ દેશમાં છ.ે ગત મંગળવારે કેન્દ્ર સરકારે સ્પષ્ટતા કરી હતી કે રાષ્ટ્રવ્યાપી નેશનલ રજીસ્ટર્ડ ઓફ સીટીઝન્સ (એન.આર.સી.) હાલ કોઇ યોજના નથી. પરંતુ સી.એ.એ. લટકતી તલવાર છે.

આ ઉપરાંત માઇનોરીટી ડીપાર્ટમેન્ટના આગેવાનોએ જણાવ્યું હતું કે, સી.એ.એ.નો કાયદો લોકસભા અને રાજસભામાં શાસક પક્ષે પસાર કર્યો છે. ત્યારે પણ આ કાયદા વિરૃદ્ધમાં ઘણા રાજકીયપક્ષોએ વિરોધ નોંધાવ્યો હતો હાલના ગણિત મુજબ દેશના ૧૧ રાજયોમાં સી.એ.એ.ની તરફેણ કરવામાં આવી છે જયારે ૧પ થી વધુ રાજયોમાં સી.એ.એનો વિરોધ થયો છે. હવ ેતમામ મામલો સુપ્રિમ કોર્ટમાં છે. સુપ્રિમ કોર્ટ જે નિર્ણય કરશે તે તમામને બંધનકર્તા રહે. તેમ છતા દેશની સંસદમાં કાયદો બનાવનાર અને સહી કરનાર પોતાના પક્ષના કાર્યકરો સાંસદો હોવા છતા સી.એ.એ.ના કાયદાના સમર્થનમાં રેલીઓ શા માટે કાઢવી પડે છે. અત્યાર સુધીની એકપણ સરકારમાં કોઇપણ કાયદો ઘડવામાં આવે કે બનાવવામાં આવે ત્યારબાદ તેના સમર્થનની રેલીઓ કે આંદોલનો થયા નથી પરંતુ આ પ્રથમ આવુ વિચિત્ર સ્વરૃપ જોવા મળી રહ્યું છે તેમ માઇનોરીટી ડીપાર્ટમેન્ટના આગેવાનોએ સંયુકત નિવેદનમાં જણાવ્યું છે.

(11:43 am IST)