Gujarati News

Gujarati News

News of Friday, 7th February 2020

પોરબંદરથી બદલી થયેલ ચીફ ઓફીસર વીસેક દિવસમાં ચાર્જ છોડે તેવી સંભાવના

રોડના અધુરા કામ તથા બાકી વર્ક ઓર્ડર અંગે રજૂઆતો બાદ ચાર્જ છોડવામાં વિલંબ થયેલ

પોરબંદર તા. ૭ :.. નગરપાલીકાના ચીફ ઓફીસર રૃદ્રેશ હુડદની બદલી ગાંધીનગર જિલ્લા થયેલ હોય તેઓ વીસેક દિવસમાં પોતાનો હોદાનો ચાર્જ છોડે તેવી સંભાવના છે તેમના કાર્યકાળ દરમિયન રોડ અને પેવર બ્લોકમાં કેટલાક અધુરા કામો તેમજ અન્ય કામોના વર્ક ઓર્ડર બાકી હોય તે સમયે કેટલાક કોર્પોરેટર અને અગ્રણીઓએ રજૂઆત કરતા તેમની બદલી થોડા સમય પુરતુ રોકવામાં આવી હતી.

શહેરના વિકાસ કામોના ટેન્ડરો બહાર પડેલ ત્યારબાદ કેટલાક ટેન્ડરોમાં 'ઓન' ની ચર્ચા ઉઠી હતી. અન્ય એક ચર્ચામાં ૧૬ કરોડના પેવર બ્લોકના કામો હતા અને કેટલાંક પોતાના સ્વાર્થ માટે બાકી વર્ક ઓર્ડર માટે ચીફ ઓફીસરની બદલી સામે રજૂઆત કરી હતી. ઉપરાંત ૧ર૦ કરોડના વર્ક ઓર્ડરમાં કેટલાક બીલોની મંજૂરી વગેરે કામો બાકી રહી ગયેલ અને ચીફ ઓફીસરની બદલીનો ઓર્ડર આવી ગયેલ હતો.

(11:42 am IST)