Gujarati News

Gujarati News

News of Friday, 7th February 2020

હળવદમાં અપહરણના ગુન્હામાં બે વર્ષથી નાસતો આરોપી ઝડપાયો

મોરબી તા. ૭  : મોરબી જીલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાઘેલાની સુચનાથી એસઓજી પીઆઈ જે એમ આલની ટીમેં બાતમીને આધારે હળવદ પોલીસ મથકમાં સગીરા અપહરણ ગુન્હામાં બે વર્ષથી નાસતો ફરતો આરોપી શૈલેશ કચરાભાઈ પારગી રહે મૂળ દાહોદ હાલ ઘુટું વાળાને મોરબી-હળવદ રોડ પરથી ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.આ કામગીરીમાં એસઓજી ટીમના કિશોરભાઈ મકવાણા, રસિકભાઈ કડીવાર, પરેશભાઈ પરમાર, ધર્મેન્દ્રભાઈ વાઘડીયા, ભરતસિંહ ડાભી, સતીશભાઈ ગરચર, રમેશભાઈ રબારી અને સંદીપભાઈ માવલા સહિતની ટીમ રોકાયેલ હતી.

(11:42 am IST)