Gujarati News

Gujarati News

News of Friday, 7th February 2020

વાંકાનેરમાં દુષ્કર્મ આચરી અશ્લીલ ફોટો વાયરલ કરનાર બે ઝડપાયા

મોરબી, તા.૭: વાંકાનેરના માટેલ રોડ પરની ફેકટરીમાં મજુરી કરતી પરિણીતાએ પોલીસ ફરિયાદમાં હતી જેમાં તે આરોપી જયેશ બાવરવા રહે મોરબી ફ્લોર સોસાયટી વાળાના કોન્ટ્રાકટમાં મજુરી કામ કરતી હોય જેને અવારનવાર અશ્લીલ ઈશારા કરી તેમજ આરોપીએ ફરિયાદીની એકલતાનો લાભ લઈને બળજબરીથી ઈચ્છા વિરુદ્ઘ શારીરિક સંબંધ બાંધી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તેમજ આરોપી દીપક દશરથ અણેવાડિયા રહે મોરબી-૨ ખારી વિસ્તાર વાળાએ કોઈને વાત કરશે તો બંને ભેગા મળીને જાનથી મારી નાખવાની ધમકી આપી ગાળો બોલી ફરિયાદીના બનાવટી અશ્લીલ ફોટો મેળવી વોટ્સએપ દ્વારા વાઈરલ કરી બદનામ કરવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાઈ હતી જે મામલે ડીવાયએસપી મુનાફખાન પઠાણ અને રાઈટર યુવરાજસિંહ ઝાલાએ વધુ તપાસ ચલાવી આરોપી જયેશ બાવરવા અને દીપક અણેવાડીયાને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

(11:42 am IST)