Gujarati News

Gujarati News

News of Friday, 7th February 2020

માળીયા ઉચાપત કેસમાં કોર્ટના ઇન્ચાર્જ રજિસ્ટ્રાર જેલ હવાલ

મોરબી તા.૭: માળીયા મીયાણા ની કોર્ટમાં ઇન્ચાર્જ રજિસ્ટ્રારને કોર્ટના રૃ.૨.૩૭ લાખ રૃપિયાની ઉચાપત કરવાના કેસમાં ૪ દિવસના રિમાન્ડ પર હતા. આ રિમાન્ડ પૂર્ણ થતાં પોલીસે વધુ ૨ દિવસના ફર્ધર રિમાન્ડ માંગ્યા હતા. જો કે કોર્ટે આ રિમાન્ડ નામંજૂર કરતા ઇન્ચાર્જ રજિસ્ટર ને જેલ હવાલે કર્યાં છે

 મોરબી જિલ્લા કોર્ટના રજિસ્ટ્રાર ભરતભાઇ શાંતિલાલ રાવલ દ્વારા માળિયા મિયાણા કોર્ટના ઇન્ચાર્જ રજિસ્ટર જુદા જુદા હેડમાં આવતા રોકડા રૃપિયા ૨.૩૭ લાખની ઉચાપત યોગેશસિંહ હરીશસિંહ ચૌહાણ દ્વારા કરવમાં આવી હોવાથી માળીયા પોલિસ મથકમાં ફરિયાદ નોંધતા પોલીસે તેની ધરપકડ કરીને તે ૪ દિવસ રિમાન્ડ પર હતો રિમાન્ડ દરમિયાન પોલીસે સ્વીફ્ટ કાર જપ્ત કરી હતી અને બે દિવસના ફર્ધર રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરાયો હતો. જે રિમાન્ડ નામંજૂર થતા ઇન્ચાર્જ રજિસ્ટર જેલહવાલે કર્યો છે.

 તપાસ કરી રહેલા સી.પી.આઈ આઈ.એમ.કોઢિયા જણાવ્યું હતું ૨.૩૭ જે ઉચાપત ફરિયાદ થઈ હતી જેમાંથી ૧.૦૨ લાખ જમા કરાવી દીધા છે અને જે કાર જપ્ત કરી છે જેમાં ૫૫ હજાર ડાઉન પેમન્ટ ભરી લીધી છે તેનો સંતોષકારક જવાબ ન આપ્યો હોવાથી કબજે કરવામાં આવી છે.

(11:42 am IST)