Gujarati News

Gujarati News

News of Friday, 7th February 2020

આદિપુર વાહન ચોરીમાં સંડોવાયેલ ઇસમ ઝડપાયો

મોરબી તા. ૭ : કચ્છના આદિપુર પોલીસ સ્ટેશનમાં અઢી વર્ષ પૂર્વે વાહનચોરીના ગુન્હામાં સંડોવાયેલ ઈસમને મોરબી એસઓજી ટીમે બાતમીને આધારે ઝડપી લીધો છે. મોરબી જીલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાઘેલાની સુચનાથી એસઓજી પીઆઈ જે એમ આલની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન બાતમીને આધારે આદિપુર પોલીસ મથકમાં અઢી વર્ષ પૂર્વેના વાહનચોરીના ગુન્હામાં સંડોવાયેલ ઇસમ મેરૂભાઈ ખેતાભાઇ લાંબરીયા રહે. ઉંચી માંડલ વાળાને ચોરાયેલ મોટરસાયકલ કીમત રૂ ૨૦,૦૦૦ સાથે ઝડપી લઈને આદિપુરના વાહનચોરીના ગુન્હાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે. આ કામગીરીમાં એસઓજી ટીમના ફારૂકભાઈ પટેલ, જયપાલસિંહ ઝાલા અને સતીશભાઈ ગરચર રોકાયેલ હતા

(11:42 am IST)