Gujarati News

Gujarati News

News of Friday, 7th February 2020

સેવાકીય ક્ષેત્રે કાર્યરત સ્વૈચ્છીક સંસ્થાઓ માટ બજેટ ખતરાની ઘંટડી સમાન છે : લાભુભાઇ સોનાણી

ભાવનગર તા.૭ : ભાવનગરના લાભુભાઈ સોનાણી એ તાજેતરમાં રજૂ થયેલા બજેટ અંગે જણાવ્યું હતું કે સેવાકીય ક્ષેત્રે કાર્યરત સંસ્થાઓ માટે આ બજેટ ખતરાની દ્યંટી સમાન છેઙ્ગરીટર્નમાં દાતાઓની વિગતો જાહેર કરવી પડશે.૮૦(જી) ધરાવતી સ્વૈછિક સંસ્થાઓને કરદાતાઓને વળતરમાં કરાયેલ દાતાઓની માહિતીની વિગતો દરવર્ષે આવતી દાનની માહિતીનાં આધારે ઇન્કમટેક્ષ રીટર્ન ફાઈલમાં દર્શાવવાની રહેશે. એટલું જ નહી દાતાઓના આધારકાર્ડ, પાનકાર્ડ તેમજ દાતાઓનાં દાનની વિગતનું રજીસ્ટર ચેરીટી સંસ્થાઓએ નિભાવવાનું રહેશે. તેમજ આ માહિતીની વિગતો દરવર્ષે ફરજીયાત આપવાની રહેશે.

(૮૦(જી)ના દાતાઓ નવા વૈકલ્પિક આવકવેરા સ્લેબની પસંદગી કરે તો ટેક્ષ રાહતમાં લાભ મળશે નહી. રૃ.૧૦ લાખથી ઓછી આવક ધરાવતી વ્યકિતઓ આ વિકલ્પ પસંદ કરી શકે છે જેથી ૮૦(જી) હેઠળનું દાન સંસ્થાઓ માટે ઘટશે.

૧૨(એ) અને૧૦(૨૩સી)ની નોંધણી દર ૫ વર્ષે રીન્યુ કરવાની રહેશે જે હાલ આજીવન છે.

પરિણામે ચેરીટી સંસ્થાઓની બિનજરૃરી પત્રકો અને ઇન્કમટેક્ષને લગતી અનેક કામગીરી વધશે. આ બધી કામગીરી સંપૂર્ણપણે ઈલેકટ્રોનિક રીતે કરવાની હોય સક્ષમ સ્ટાફ રોકવો પડશે પરિણામે સંસ્થાઓનો આર્થિક બોજ વધશે. પ્રક્રિયા જટિલ બનશે એટલું જ નહી તેની સેવાકીય પ્રવૃત્ત્િ। પર ગંભીર અસર પડશે.

આઝાદી કાળથી રજુ થયેલ આજસુધીના અંદાજપત્રોમાં આવી સંસ્થાઓ માટે અનેક રાહતો જાહેર કરવામાં આવતી હતી. સેવાકીય પ્રવૃતિને પ્રોત્સાહિત કરવા અવનવી યોજનાઓ પણ અંદાજપત્રોમાં સમયાન્તરે મુકવામાં આવી છે. પરિણામે દેશભરમાં લાખો સંસ્થાઓ આવી પ્રવૃતિઓ વંચિતો, પીડિતો, વિકલાંગો અને બીમાર લોકો માટે કરી રહી છે. ત્યારે આગામી સમયમાં આવી પ્રવૃતિઓ શી રીતે કાયર્િાન્વત રહેશે તે વિચાર માંગી લે તેવી બાબત છે.

અંદાજપત્ર લોકોની સુખાકારી વધારનારું હોવું જોઈએ, લોકોને મળતી સુખ-સગવડ પર કાપ મુકનારું બજેટ અંગ્રેજ સરકારની યાદ અપાવે છે. ત્યારે ખોબલે ને ખોબલે મત પ્રાપ્ત કરી વિજેતા થનાર સાંસદોએ આવી સંસ્થાઓની સેવાકીય પ્રવૃત્ત્િ।ને જીવંત રાખવા આગળ આવવું જોઈએ.

નવા સૂચિત બજેટમાં કેટલીક અસમંજસ્તાઓ છે. નોંધણીની પ્રક્રિયાનાં સમયગાળા દરમિયાન તંત્ર દ્વારા કેવા પગલાં લેવાશે તેની કોઈ સ્પષ્ટતા આપતી માર્ગદર્શિકા નથી. એટલું જ નહી બજેટની જોગવાઈઓમાં સેવાકીય પ્રવૃત્ત્િ।ને વેગ મળે તેવી એકપણ જોગવાઈ કરવામાં આવી નથી, ત્યારે હું આ બજેટને વખોડું છુ તેમજ સૂચિત બજેટમાં યોગ્ય સુધારા કરવા આગળ આવવા અપીલ કરું છુ તેમ ગુજરાત અપંગ સંસ્થા સંચાલક સંદ્યનાં પ્રમુખશ્રી લાભુભાઈ ટી. સોનાણીએ એક અખબારી યાદી દ્વારા સૂચિત બજેટને વખોડી રદયો આપ્યો છે.

(11:41 am IST)