Gujarati News

Gujarati News

News of Friday, 7th February 2020

જોડિયામાં વીજ પુરવઠાની માંગ પુરી કરવા નવુ કે.વી. વીજ સબ સ્ટેશન ઉભુ કરવા રજૂઆત

જોડીયા તા.૭ : નવુ કે.વી. સબ સ્ટેશન ઉભુ કરી વીજ પુરવઠો પુરો પાડવા રજૂઆત કરવામાં આવી છે.

હાલમાં જોડીયા ગામને ૬૬ કેવી કેશીયા એસએસમાંથી જોડીયા રીડર દ્વારા વીજ પુરવઠો પુરો પાડવામાં આવે છે. ત્યારે આ જોડીયા મેઇન લાઇનમાં ફોલ્ટ અથવા લાઇન કામ કરવાનુ હોય ત્યારે જોડીયા ગામને લાંબા સમય માટે વીજ પુરવઠો બંધ કરવામાં આવે છે. જેના કારણે ગામ લોકોને ઘણીબધી જાતની મુશ્કેલીઓ પડતી હોય છે. આથી જોડીયા ગામની નજીકથી જો બીજો કોઇ જયોતી ગ્રામ ફીડર નીકળતો હોય તો ફીડરનો પાવર મળી શકે તેવી વ્યવસ્થા કરવા અથવા જોડીયા ગામથી ૬૬ કેવી કેશીયા સબ સ્ટેશન આશરે ૮ કીમી દૂર છે. આ આ અંતરવાળી લાઇનમાં ફોલ્ટ અથવા લાઇન મેઇનટેનન્સનુ કામ રહેવાનુ છે. જેથી જોડીગા ગામની નજીક આઇટીઆઇ પાસે આવેલ સરકારી ખરાબામાં નવુ કેવી સબ સ્ટેશન ઉભુ કરી વીજ પુરવઠો પુરો પાડવા ગુજરાત રાજયના કેબીનેટ મંત્રી સૌરભભાઇ પટેલ (ઉર્જા વિભાગ)ને ગાંધીનગર ખાતે સોનલબેન ચિરાગભાઇ વાંક સદસ્ય તા.પં. જોડીયા દ્વારા રજૂઆત કરેલ છે.

જામનગરના સાંસદ પુનમબેન માડમ રાજયકક્ષાના મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા કલેકટરશ્રી જામનગર, ચંદ્રેશભાઇ પટેલ (પ્રમુખ જિલ્લા ભાજપ), પ્રવિણભાઇ મુસડીયા (ધારાસભ્ય), રાઘવજીભાઇ પટેલ (ધારાસભ્ય જામનગર) તેમજ અનેક અધિકારીઓને લેખીત રજૂઆત તા.પં.ના સદસ્ય સોનલબેન ચિરાગભાઇ વાંકે કરેલ છે.

(11:40 am IST)