Gujarati News

Gujarati News

News of Friday, 7th February 2020

ગોંડલમાં મધરાતે એકલી બેઠી રડી રહેલ માનસિક અસ્થિર યુવતીનું અભયમ ટીમે પરિવાર સાથે મિલન કરાવ્યું

વિરાન વિસ્તારમાં મધરાતે મહિલાનો રડતો અવાજ સાંભળી કલેજા વાળો માણસ પણના ફરકે ત્યાં અભયમ ટીમે પહોંચી સરાહનીય કાર્ય કર્યું

ગોંડલ,તા.૭ઃગોંડલ નવા માર્કેટીંગ યાર્ડ પાછળ અવાવરૃ વિસ્તારમાં એક યુવતી રડતી હોવાની જાણ અભયમ ટીમ ને થતા તુરંત દોડી ગઇ હતી અને મોડી રાત્રે જ તેના પરિવારની શોધખોળ કરી માનસિક અસ્થિર યુવતી નું પરિવાર સાથે મિલન કરાવતા હરખના આંસુ વહ્યા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ નવા માર્કેટીંગ યાર્ડ પાછળ મધરાતે કોઈ યુવતી એકલી બેઠી રડી રહી હોવા ની માહિતી ૧૮૧ અભયમ ટીમના કાઉન્સેલર ભાવનાબેન પરમાર, ભાનુંબેન ગઢવી, પાયલોટ મયુરભાઈ ને થતા તુરંત દોડી ગયા હતા. અને આશરે ૪૦ વર્ષની એકલી બેઠી રડતી યુવતીને સાંત્વના આપી તેની સાથે વાતચીત શરૃ કરી હતી યુવતીની માનસિક અસ્થિર હોય વાતચીત કરવાનું ટાળતી હોય મહા મહેનતે તે મેલડી માતાજીના મંદિર પાસે રહેતી હોવાનું જણાવતા તેને તે વિસ્તારમાં લઇ ગયા હતા અને આ વિસ્તારના લોકો સાથે વાતચીત કરી યુવતીના પરિવારજનોના સગડ મેળવ્યા હતા અને માનસિક અસ્થિર યુવતીના પરિવારજનો પાસે પહોંચી તેનું મિલન કરાવ્યું હતું.

યુવતીના પરિવારજનોએ જણાવ્યું હતું કે છ બહેન અને એકભાઈના પરિવારમાં આ યુવતી માનસિક અસ્થિર છે અને તે ઘરેથી નીકળી ગયેલ હોય પરિવારના સભ્યોએ તેની શોધ શરૃ કરી હતી પરંતુ તે મળી ન આવતા ચિંતા કરી રહ્યા હતા અભયમ ટીમે તેને દ્યરે પરત પહોંચાડી સરાહનીય કાર્ય કર્યું છે તેવું કહી આભાર વ્યકત કર્યો હતો.

(11:39 am IST)