Gujarati News

Gujarati News

News of Friday, 7th February 2020

ખજૂરી પ્રા. શાળાની સાયન્સ મોડલ એકઝીબિશનમાં સિધ્ધિ

કુંકાવાવ (મોટી) પ્લાઝમા રિસર્ચ સેન્ટર એન્ડ લેબોરેટરી ઇન્સ્ટિટયૂટ ગાંધીનગરમાં યોજાયેલ નેશનલ સાયન્સ ડે સેલિબ્રિેશન ર૦ર૦માં ખજૂરી પ્રાથમિક શાળાએ સાયન્સ મોડેલ એકિઝબિશનમાં ઐતિહાસિક સિધ્ધિ હાંસલ કરી છે. વર્ષમાં માત્ર બે જ દિવસ ઓપન હાઉસ થતું આ કેમ્પસ પ્લાઝમાં રિસર્ચ માટે સતત અને સતત સંશોધન કરી રહ્યું છે ત્યારે પ્રાથમિક શાળાના બે બાળ વૈજ્ઞાનિકો ખાનપરા ધૃવિલ તેમજ લીમ્બાચીયા હર્ષ દ્વારા રજુ કરવામાં આવેલ મોડેલ મોડર્ન એગ્રોટેક પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી શાળા પરિવાર તેમજ સમગ્ર શિક્ષણ જગતનું ગાૌરવ વધારેલ છે. પ્રમાણપત્ર વિતરણની તસ્વીર.

(11:39 am IST)