Gujarati News

Gujarati News

News of Friday, 7th February 2020

બગસરાના ખારીમાં ૫ સિંહો દ્વારા ૮૦ ઘેટા-બકરાનું મારણ

કનાભાઈ ભરવાડના પશુઓને નિશાન બનાવતો વનરાજનું ટોળુઃ ગ્રામજનોમાં ભારે આક્રોશ

તસ્વીરમાં મૃતક ઘેટા-બકરા તથા ગ્રામજનો નજરે પડે છે. (તસ્વીરઃ સમીર વિરાણી-બગસરા)

 બગસરા તા. ૭: અમરેલી જીલ્લાનાં બગસરા તાલુકાના ખારી ગામમાં પ સિંહોએ ૮૦ ઘેટા-બકરાનું મારણ કરતા ખળભળાટ મચી ગયો છે.

પ્રાપ્ત માહિતી મુજબ બગસરાના ખારી ગામે કનાભાઇ ભરવાડનાં વાડી વિસ્તારમાં ઘેટા-બકરા રાખ્યા હતા.

જયાં કાલે મોડી રાત્રીના પ જેટલા સિંહોનું ટોળું ત્રાટકયું હતું અને ૮૦ ઉપરાંત ઘેટા-બકરાનું મારણ કર્યું હતું.

સિંહોના ટોળાએ હુમલો કરીને ૮૦ ઘેટા-બકરાનો શિકાર કરતા ગામ લોકોમાં ભય પ્રસરી ગયો છે અને એક સાથે ૮૦ ઘેટા-બકરાના મોતથી કનાભાઇ ભરવાડ પરિવારમાં શોક છવાયો છે.

આ વિસ્તારોમાં સિંહો દ્વારા વારંવાર હુમલો થતા આ વન્ય પ્રાણીઓને આ વિસ્તારમાંથી દુર કરવા માંગણી કરી છે.

આ બનાવ બનતા ગામના સરપંચ સહિત ગામ લોકો ઘટના સ્થળે દોડી ગયા હતા અને વન વિભાગને જાણ કરી હતી.

(11:39 am IST)