Gujarati News

Gujarati News

News of Friday, 7th February 2020

ભાવનગરમાંથી પાટણના રાધનપુર ચોરીના ગુન્હામાં ફરાર આરોપી ઝડપાયો

ભાવનગર તા.૭ : એલ.સી.બી. સ્ટાફનાં માણસો મહુવા પો.સ્ટે. વિસ્તારમાં નાસતા ફરતા આરોપીઓને પકડવા અંગે પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન સંયુકત બાતમી રાહે હકીકત મળેલ કે,પાટણ જિલ્લાના રાધનપુર પો.સ્ટે. ફર્સ્ટ ગુ.ર.નં.૧૪૮/૨૦૧૯ ઈ.પી.કો. કલમ ૩૭૯,૧૧૪ વિ. મુજબના ગુન્હાના કામે નાસતા ફરતા આરોપી રાહુલભાઇ કિશનભાઇ  રહે.નુતનનગર, મહુવા વાળો કાળા કલરનો શર્ટ તથા બ્લુ કલરનુ જીન્સ પેન્ટ પહેરીને મહુવા મ.ક.કેન્દ્ર પાસે પાસે ઉભેલ છે.જે હકીકત આધારે જગ્યાએ તપાસ કરતા રાહુલભાઇ દે.પુ. ઉ.વ.૨૧ ધંધો- મજુરી  નાસતા ફરતા હોવાની કબુલાત કરતા જે બાબતે રાધનપુર પો.સ્ટે. ફર્સ્ટ ગુ.ર.નં.૧૪૮/૨૦૧૯ ઈ.પી.કો. કલમ ૩૭૯,૧૧૪ વિ.મુજબનો ગુન્હો નોંધાયેલ હોય, મજકુરને સી.આર.પી.સી. ૪૧(૧)(આઇ) મુજબ ઘોરણસર કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે મહુવા પો.સ્ટે. જી. ભાવનગરને સોપી આપેલ છે.ઙ્ગ

આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી.નાં પોલીસ ઇન્સ્પેકટરઙ્ગ વી.વી.ઓડેદરા તથા પો.સબ.ઇન્સ. એન.જી.જાડેજાની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફનાં હેડ કોન્સ. જે.આર.આહિર,પો.કોન્સ. ભદ્રેશભાઇ પંડયા તથા અરવિંદભાઇ બારૈયા વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતા.

(11:37 am IST)