Gujarati News

Gujarati News

News of Friday, 7th February 2020

હૈદરાબાદનો યુવક ૩૦,૦૦૦ કિમી સાયકલ પ્રવાસ કરી રેપ અંગે જાગૃતતા લાવશે

ચાર રાજયોનો પ્રવાસ પૂર્ણ કરી સાયકલ યાત્રા મોરબી આવી પહોંચી

મોરબી તા. ૭ : થોડા સમય પૂર્વ હૈદરાબાદમાં થયેલ રેપ વિથ મર્ડર કેસે સમગ્ર દેશમાં ચકચાર મચાવી હતી અને રેપીસ્ટોના એનકાઉન્ટરની ઘટના બની હતી ત્યારે આ ઘટનામાં ભોગ બનનાર યુવતીના ગામથી નજીક રહેનાર એક ૧૨ માં ધોરણના વિદ્યાર્થીએ હૈદરાબાદથી ૩૦,૦૦૦ કિમી સાયકલ પ્રવાસ શરૂ કરીને લોકોમાં રેપ જાગૃતિ લાવવા પ્રયાસ કરી રહ્યો છે.

તેલંગાણાના હૈદરાબાદના રહેવાસી ચંદ્રકાંત દોડપલ્લી ઉર્ફે ચંદુ નામનો યુવાને તાજેતરમાં ધોરણ ૧૨ ની પરીક્ષા આપી હોય અને હાલ વેકેશન હોય જેથી વેકેશનમાં તેને ૩૦,૦૦૦ કિમી સાયકલ યાત્રા શરુ કરી છે જે દેશભરમાં સાયકલ પર ફરીને રેપ અંગે જાગૃતિ લાવવા પ્રયાસ કરી રહ્યો છે યુવાને અત્યારે સુધીમાં ચાર રાજયોમાં ૪૮૦૦ કિમી પ્રવાસ પૂર્ણ કરી ચુકયો છે ૨૧૦ દિવસમાં તે ૩૦,૦૦૦ કિમી સાયકલ પ્રવાસ કરીને ગીનીસ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવશે સાથે જ સામાજિક સમસ્યા એવા દુષ્કર્મ અંગે દેશભરના લોકોમાં જાગૃતિ લાવી રહ્યો છે જે યુવાન ગુજરાતમાં પ્રવેશયા બાદ રાજકોટ પહોંચ્યો હતો જયાં રેડીયંસ કલબના અમિતભાઈ ટાંક અને પરાગભાઈ તન્ના દ્વારા સારો એવો સહયોગ પ્રાપ્ત થયો હતો

એટલું જ નહિ પરંતુ સાયકલ યાત્રા મોરબી આવી પહોંચી ત્યારે મોરબીમાં ભારતીય કિશાન સંઘ પ્રમુખ જીલેશ કાલરીયાએ પણ યુવાનનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું અને તેને લીધેલા અનેરા સંકલ્પને બિરદાવ્યો હતો.

ગુજરાતના લોકો મિલનસાર, સારો સહયોગ મળ્યો

સાયકલ યાત્રા પર નીકળેલા યુવાને જણાવ્યું હતું કે ગુજરાતના લોકો ઘણા મિલનસાર છે તે સાયકલ પર ખાલી ખિસ્સા સાથે પ્રવાસમાં નીકળ્યો છે પરંતુ ગુજરાતમાં આવ્યા બાદ એક દિવસ પણ રોડ પર સુવું પડ્યું નથી તેમજ ગુજરાતી લોકોએ તેને તમામ સુવિધાઓ પૂરી પાડી હતી જેથી આભાર માન્યો છે અને ગુજરાતી લોકોના મિલનસાર સ્વભાવથી યુવાન ખાસ્સો પ્રભાવિત જોવા મળ્યો હતો

યુવાનને નેશનલ જીઓગ્રાફીમાં ફોટોગ્રાફર બનવાનું સ્વપ્ન

 મોરબી આવી પહોંચેલા યુવાને જણાવ્યું હતું કે તેને નેશનલ જીઓગ્રાફીમાં ફોટોગ્રાફર બનવાનું સ્વપ્ન છે તે જર્નાલીઝમ કરીને નેશનલ જીઓગ્રાફી સાથે જોડાશે હાલ વેકેશનનો સદુપયોગ કરી રહ્યો છે ઙ્ગ

મધ્યપ્રદેશમાં યુવાનને કડવો અનુભવ, અકસ્માત પણ નડ્યો

યુવાન સાયકલ યાત્રા પર નીકળી પડ્યો છે જેમાં ગુજરાત પૂર્વે તે એમપી પહોંચ્યો હતો જોકે એમપીમાં તેને અનેક કડવા અનુભવ થયા હતા એટલું જ નહિ પરંતુ એક ટ્રકની ટક્કરથી અકસ્માતનો પણ સામનો કરવો પડ્યો હતો જેથી એમપીનો પ્રવાસ ટૂંકાવી દીધો હતો જોકે એમપીના ૮૦૦ કિંમીનો વધુ પ્રવાસ તે ગુજરાત-રાજસ્થાન સહિતના ચાર રાજયોમાં વધુ કરશે અને અને ગીનીશ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવશે.

(11:35 am IST)