Gujarati News

Gujarati News

News of Friday, 7th February 2020

સુપ્રીમ કોર્ટના નિવૃત ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ બનશે સફેદ રણના મહેમાનઃ ૫ દિ'નો ગુજરાત પ્રવાસ

ભુજ,તા.૭: તાજેતરમાં જ સુપ્રીમ કોર્ટમાંથી નિવૃત થયેલા ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ ગુજરાતના અતિથિ બનશે. તા/૯ ફેબ્રુ. થી તા/૧૩ ફેબ્રુ. દરમ્યાન પાંચ દિવસ ગુજરાતના વિવિધ સ્થળોની મુલાકાત લેનાર પૂર્વ ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ બે દિવસ કચ્છમાં રહેશે.

તેઓ સફેદ રણમાં ટેન્ટ સીટીના સહ પરિવાર મહેમાન બનશે. તેઓ તા/૧૧ ફેબ્રુના બપોરે ૧૨ વાગ્યે સફેદ રણ ધોરડો મધ્યે પહોંચશે. સાંજે સફેદ રણનો સૂર્યાસ્ત નિહાળી, સ્થાનિક હસ્તકલા તેમ જ સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળશે.

રાત્રી રોકાણ ટેન્ટ સીટીમાં કરી તેઓ બીજે દિવસે સવારે ૧૦ વાગ્યે કચ્છથી અમદાવાદ જવા રવાના થશે.

પૂર્વ ચીફ જસ્ટિસના કચ્છ પ્રવાસ ને પગલે વહીવટીતંત્ર એલર્ટ છે. તેમની સાથે રાજય સરકારના વરિષ્ઠ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાં આ પ્રવાસમાં જોડાશે.

(10:55 am IST)