Gujarati News

Gujarati News

News of Friday, 7th February 2020

ભચાઉ પંથકમાં વીજદરોડાઃ ૭ ખેડૂતોએ પ૦૦ મીટરની HT લાઇન ઉભી કરી દિધીઃ પ વીજ ટ્રાન્સફોર્મર પણ ગેરકાયદે

વીજીલન્સના દરોડાઃ ફોજદારી કરાઇઃ ૧રાા લાખનો દંડઃ એકી સાથે ૧૩ ટીમો ત્રાટકી

રાજકોટ તા. ૭ : ભ્રષ્ટાચાર, ગેરરીતિ અને વીજ ચોરીને નાબૂદ કરવાના ધ્યેય સાથે વીજીલન્સ વિભાગ, જીયુવીએનએલ, વડોદરાના એડીજીપી અને મુખ્ય તકેદારી અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ પીજી વી સી એલના વિવિધ ભાગોમાં સરપ્રાઇઝ વીજ ચેકિંગ હાથ ધરવામાં આવેલ છે.

આ ધ્યેયના ભાગરૂપે જીયુવીએનએલ પોલીસ સ્ટેશન ભાવનગરના ડીવાયએસપી શ્રી વ્યાસ જીયુવીએનએલના અધિક્ષક ઇજનેર (વીજી) શ્રી ડીએસ.ક્રિસ્ટી અને પીજી વી સીએલના કાર્યપાલક ઇજનેર (વીજી) શ્રી વી.એલ.ડોબરિયા દ્વારા તા.૪/ર/ર૦ ના જુદી જુદી ૧૩ ટીમો સાથે ગામ વસટવા, તા.ભચાઉ, જી.કચ્છ ખાતે વીજ ચેકીંગની કામગીરી હાથ કરવામાં આવેલ ત્યારે પીજીવીસીએલની મજૂરી વગર ખેડૂતો દ્વારા તેમની રીતે ગેરકાયદે ઉભી કરાયેલ અંદાજે પ૦૦ મીટર એચટી લાઇન અને પાંચ વીજ ટ્રાન્સફોર્મરો સાથે કુલ ૭ આસામીઓને વીજચોરી કરતાં અટકાવી અંદાજે ૧ર.પ૦ લાખનો દંડ કરી પોલીસ ફરિયાદ દાખલ કરી દેવાઇ છે. વીજચોરીમાં જે ઝડપાયા તેમાં (૧) સ્વરૂપસંગ રણમલજી જાડેજા, (ર) વિરમજી રણમલજી અબાડા(૩) દોલતસંગ આજુભા જાડેજા(૪) જીતુભા છાનુભા જાડેજા (પ) સરપંચ નારા વસવટા ગ્રામ પંચાયત (૬) રસુભા શિવુભાઇ જાડેજા (૭) નગુભા ખેતાજી જાડેજાનો સમાવેશ થાય છે આ વીજ ચેકિંગથી આજુબાજુના ગામોના વીજચોરોમાં ફફડાટ મચી ગયો છે.

(10:55 am IST)