Gujarati News

Gujarati News

News of Friday, 7th February 2020

લાલ ચંદનની દાણચોરીમાં મોરબીના દ્વિજેન્દ્ર શિરીષ માનકને બે કરોડનો દંડ

લાલચંદનની દાણચોરીના ત્રણ ગુનાઓમાં સામેલગીરી, અત્યારે એક ગુનામાં દંડ, બે ગુનાના કેસ ચાલુ

ભુજ તા. ૭ : કચ્છના મુન્દ્રા અદાણી પોર્ટ ઉપરથી ટાઇલ્સના ઓઠા તળે દાણચોરીથી મોકલતા લાલચંદનમાં મોરબી કનેકશન ખુલ્યું હતું. ગત મહિને ૧૪ જાન્યુ દરમ્યાન ડીઆરઆઈએ દુબઈ અને વિયેતનામ મોકલતા ટાઇલ્સ ભરેલા કન્ટેનરમાંથી ૪ કરોડ ૮૨ લાખનો લાલ ચંદનનો જથ્થો ઝડપી પાડ્યો હતો.

મોરબીની જીઓ બાથ સેનેટરી ના નામે પ્રતિબંધિત એવા લાલ ચંદનનો જથ્થો મોકલનાર બહુ નામ ધારી નટવરલાલ પણ ઝડપાયો હતો. પોતાનું નામ દિપક માણેક, વિનોદ શાહ અને દ્વિજેન્દ્ર શિરીષ માનક બતાવનાર આ શખ્સનું સાચું નામ દ્વિજેન્દ્ર શિરીષ માનક જ છે.

દ્વિજેન્દ્ર માનક વિરૂદ્ઘ ડીઆરઆઈએ ૨૦૧૨ થી ૨૦૨૦ દરમ્યાન લાલચંદનની દાણચોરીના ત્રણ અલગ અલગ ગુનાઓ દાખલ કર્યા છે. જે પૈકી વર્ષ ૨૦૧૮ માં ઝડપાયેલા લાલચંદનની દાણચોરીના ગુનામાં ડીઆરઆઈ દ્વારા દ્વિજેન્દ્ર માનકને બે કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે. અન્ય બે ગુનાઓના કેસ હજી ચાલુ છે. જોકે, લાલ ચંદન પ્રતિબંધિત છે. તેના ગુનામાં જેલની સજા પણ થઈ શકે છે.

(10:54 am IST)