Gujarati News

Gujarati News

News of Thursday, 7th February 2019

મોરબી અને ટંકારામાં વધુ બે અકસ્માત : રાહદારી સહીત બેને ઈજા

 

મોરબી અને ટંકારા પંથકમાં વધુ બે સ્થળોએ અકસ્માત સર્જાયા છે જેમાં બંને અકસ્માતમાં બે વ્યક્તિઓને ઈજા પહોંચી છે

    અકસ્માતના પ્રથમ બનાવમાં મોરબીના વિસીપરાની મદીના સોસાયટીના રહેવાસી અસલમભાઈ અયુદીનભાઈ કટીયાએ ફરિયાદ નોંધાવી છે કે આરોપી મોટરસાયકલ નં જીજે ૦૩ એચએમ ૧૨૩૩ ના ચાલકે મોટરસાયકલ પુરપાટ વેગે ચલાવી ફરિયાદી ચાલીને જતા હોય જેને ઠોકર મારી ફેકચર જેવી ઈજા પહોંચાડી છે

   જયારે ટંકારામાં સર્જાયેલ અકસ્માતમાં ફરિયાદી કેશુભાઈ ચંદુભાઈ ભાગિયાએ ફરિયાદ નોંધાવી છે કે આરોપી ફીગો કાર નં જીજે ૦૩ જે એલ ૬૩૮૪ ના ચાલક ચિરાગ અશોકભાઈ શાહે કાર પુરઝડપે ચલાવી ફરિયાદીના મોટરસાયકલ સાથે ભટકાડી બંને પગે ફેકચર જેવી ઈજા પહોંચાડી છે

(9:57 pm IST)