Gujarati News

Gujarati News

News of Thursday, 7th February 2019

રાજુલાના આગરીયા ગામ નજીક લૂંટ અને ખૂનની કોશિષના ગુન્હાના ત્રણ આરોપીઓના રીમાન્ડ મંજૂર

અમરેલી તા. ૭ : અમરેલી પોલીસ અધિક્ષક નિર્લિપ્ત રાયે અમરેલી જીલ્લામાં બનવા પામેલ ગંભીર ગુન્હાઓમાં સઘન તપાસ હાથ ધરી નક્કર પુરાવાઓ મેળવી સત્વરે આરોપીઓ અટક કરવા અમરેલી જીલ્લા પોલીસને જરૂરી સુચના આપેલ હોય જે અનુસંધાને રાજુલા પો.સ્ટે.ના ઇન્ચાર્જ પો.ઇન્સ. ડી.એ.તુંવર તથા રાજુલા પોલીસ સ્ટાફ દ્વારા ચાર દિવસ પહેલા રાજુલાના આગરીયા ગામ નજીક બેઠા પુલ પાસે બનવા પામેલ લુંટ અને ખુનની કોશીશ જેવા ગંભીર ગુન્હાના ત્રણ આરોપીઓને સત્વરે ઝડપી લીધેલ છે.

દેવાયતભાઇ વાધાભાઇ બલદાણીયા ઉ.વ.૫૯ ધંધો વેપાર રહે.દોલતી તા.સા.કુંડલા વાળા ગઇ તા.૨/૨/૨૦૧૯ના રોજ પોતાની ઇઓન ગાડી નં.GJ.14.AK.0469 ની લઇને રાજુલાથી દોલતી ગામે પોતાના ઘરે જતા હતા તે વખતે મોટા આગરીયા ગામથી આગળ બેઠા પુલ પાસે પહોચતા શૈલેષ નાથાભાઇ ચાંદુ રહે.દોલતી તથા તેની સાથેના બીજા ચાર અજાણ્યા માણસો સફેદ કલરની સ્કોર્પીયો ગાડી લઇને આવેલ અને શૈલેષ ચાંદુનો ભાઇ દાદુ આહીર સમાજની સગીર વયની દિકરીને સુરત મુકામેથી લઇ ગયેલ અને ફરીયાદી દેવાયતભાઇ આહીર સમાજના પ્રમુખ હોય જેથી ભોગ બનનાર દિકરી અને આરોપી દાદુને શોધવા આગેવાની લીધેલ હતી જે બાબતનુ મનદુઃખ રાખી શૈલેષ નાથાભાઇ ચાંદુ અને અજાણ્યા ચાર આરોપીઓએ લોંખડની ટી વડે દેવાયતભાઇને માથામા જમણી બાજુ જીવલેણ ઘા મારી ગંભીર ઇંજા કરેલ તેમજ જમણા પગે લોખંડની ટી વડે ઘા મારી ફેકચર કરેલ તેમજ આરોપી શૈલેષ ચાંદુએ રીવોલ્વર બતાવી ફરિયાદીના ખીસ્સામાથી રૂ.૧૫,૦૦૦ કાઢી લઇ લુંટ કરી લઇ જઇ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી ગયેલ હોય આ અંગે રાજુલા પોલીસ સ્ટેશન ફ.ગુરનં.૦૮/૨૦૧૯ ઇ.પી.કો. કલમ ૩૦૭, ૩૯૫, ૩૯૭, ૩૨૫, ૫૦૪, ૫૦૬(૨) આમ્ર્સ એકટ કલમ ૨૫(૧)(બી)(એ) તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબનો ગુન્હો રજી. થયેલ. આ ગુન્હાના તપાસનીશ અધિકારી રાજુલા પો.સ્ટે.ના ઇન્ચાર્જ પો.ઇન્સ. ડી.એ.તુંવર તથા રાજુલા પોલીસ સ્ટાફે ગુન્હાની ગંભીરતાને ધ્યાને લઇ તાત્કાલીક સઘન તપાસ હાથ ધરી પુરતા પુરાવાઓ મેળવી સદરહું ગુન્હાને અંજામ આપતાં પહેલા તેનું કાવતરૃં ઘડેલ હોવાનું તપાસ દરમ્યાન ખુલવા પામતાં મુખ્ય આરોપી શૈલેષ નાથાભાઇ ચાંદુની સાથે કાવતરૃં ઘડનાર અને ફરિયાદીની રેકી કરી ગુન્હો આચરવામાં પ્રત્યક્ષ મદદગારી કરનાર ત્રણ આરોપીઓને ઝડપી લીધેલ છે. 

પકડાયેલ આરોપીઓ(૧) ચંદ્રેશભાઇ ઉર્ફે મુનો ગોદડભાઇ ધાખડા, ઉં.વ.૨૬, ધંધો-વેપાર, રહે.છતડીયા, તા.રાજુલા. (૨) ગોરખભાઇ બદરૂભાઇ ચાંદુ, ઉં.વ.૨૮, ધંધો-પંચરની દુકાન, રહે.આદસંગ, તા.સાવરકુંડલા. (૩) ઉદયભાઇ નજુભાઇ વાળા, ઉં.વ.૨૪, ધંધો-વેપાર, રહે.કોટડી, તા.રાજુલાને

કોર્ટમાં રજુ કરી તપાસનીશ અધિકારી તથા સરકારી વકીલશ્રી રાજુલાનાઓએ પોલીસ રીમાન્ડ મેળવવા ધારદાર રજુઆત કરતાં ત્રણેય આરોપીઓના તા.૧૩/૦૨/૨૦૧૯ સુધીના રીમાન્ડ મંજુર થયેલ છે. આ કામે સંડોવાયેલ અન્ય આરોપીઓને શોધી કાઢી સત્વરે અટક કરવા તજવીજ હાથ ધરવામાં આવેલ છે.(૨૧.૨૧)

 

 

(3:48 pm IST)