Gujarati News

Gujarati News

News of Thursday, 7th February 2019

જેતપુરના ચાંપરાજપુર ગામે જુગાર રમતા ચાર પકડાયા

૧.૪૦ લાખનો મુદ્દામાલ કબ્જે : બે શખ્સો છનન

તસ્વીરમાં જુગાર રમતા પકડાયેલ શખ્સો (નીચે બેઠેલા) અને તાલુકા પોલીસ કાફલો નજરે પડે છે. (તસ્વીર : કેતન ઓઝા, જેતપુર)

જેતપુર, તા.૭: જેતપુરના ચાંપરાજપુરમાં જુગાર રમતા ૪ શખ્સોને તાલુકા પોલીસે ઝડપી લીધા હતા.

શહેર તાલુકામાં દારૂ જુગારની પ્રવૃત્તિ નેસ્ત નાબુદ કરવા એસ.પી. બલરામ મીણા, ડીવાયએસપી, જે.એમ.ભરવાડની સુચનાથી તાલુકા પીએસઆઇ એસ.પી. ગોજીયા સ્ટાફના મજનુભાઇ મનાત, ભુરાભાઇ માલીવાડ, વિજયસિંહ જાડેજા, નિલેશભાઇ ડાંગર, રવિરાજસિંહ, ઓમદેવસિંહ સહિતનાને સાથે રાખી પેટ્રોલીંગ નીકળેલ દરમિાન મળેલ બાતમીના આધારે ચાંપરાજપુર ગામની સીમમાં રેડ કરતા તીન પતી જુગાર રમતા, આશીષ કેશુભાઇ ડેર, પ્રદિપ દિલીપભાઇ, જેન્તી વાલજીભાઇ પાડેલીયા (રહે. ચાંપરાજપુર)ને રોકડ રૂપિયા ૩૯૮૯૦ તેમજ મોટર સાયકલ નંગ -૩ કિ. રૂ. ૧ લાખ કુલ મળી ૧૩૯૮૯૦ ના મુદ્દામાલ સાથે પકડી પાડેલ જયારે રેડ દરમિયાન નાસી છુટેલ ર શખ્સે મહેન્દ્ર ઉર્ફે ડગરી ભુપતભાઇ ડેડાણીયા, (રહે. ચાંપરાજપુર) તથા દિનેશ ઉર્ફે કાળી વલ્લભભાઇ જાદવ (રહે. જેતપુર) મળી છ શખ્સો વિરૂધ્ધ ગુન્હો નોંધી નાશી છુટેલ ને પકડી પાડવા ચક્રોગતિમાન કર્યા છે. (૯.૪)

 

(3:48 pm IST)