Gujarati News

Gujarati News

News of Thursday, 7th February 2019

એસ્સાર ઓઇલ યુકેએ બ્રિટીશ પેટ્રોલિયમની વ્યૂહાત્મક એસેટ્સ ખરીદી

યુકેમાં એસ્સારનું કુલ રોકાણ વધીને એક અબજ ડોલર થયું

જામનગર : એસ્સાર ઓઇલ યુકે ગ્રુપ ઓફ કંપનીઝ (એસ્સાર)એ આજે બીપી પાસેથી સંખ્યાબંધ એસેટ્સ ખરીદીની જાહેરાત કરીને તેના વ્યૂહાત્મક બિઝનેસ ડેવલપમેન્ટનાં લેટેસ્ટ તબક્કાની શરૂઆત કરી હતી. આનાથી કંપનીનું લોજિસ્ટીકસ ઇન્ફ્રાસ્ટ્રકચર નેટવર્ક મજબૂત થશે, જે યુકેમાં વૃધ્ધિ કરવાની કંપનીની યોજનાને વેગ મળશે.

યુકેમાં તાજેતરનાં આ રોકાણ સાથે એસ્સારે જુલાઇ ૨૦૧૧માં સ્ટેન્લો મેન્યુફેકચરિંગ કોમ્પલેકસના એકિવઝિશનથી અત્યાર સુધી યુકેના નફાકારક અને સાતત્યપૂર્ણ બિઝનેસમાં આશરે એક અબજ ડોલરનું રોકાણ કર્યું છે.

સમજૂતિ હેઠળ એસ્સાર UKOP પાઇપલાઇનમાં ઇકિવટી હિસ્સો અને શેલ સાથેના કોન્ટ્રાકચ્યુઅલ સંયુકત  સાહસમાં હિસ્સો ખરીદશે. આ સાહસ કિંગ્સબરી ટર્મિનલ ચલાવે છે અને નધર્મ્પટન ટર્મિનલમાં ૧૦૦ ટકા હિત ધરાવે છે.

તાજેતરનાં વર્ષોમાં એસ્સારે તેનું ડાઉનસ્ટ્રીમ ઇન્ટીગ્રેશન વિસ્તાર્યું છે, અને યુકેના ફયુઅલ રિટેલ માર્કેટમાં સફળ પ્રવેશ કર્યો છે. ઇંગલેન્ડ અને વેલ્સમાં એસ્સાર બ્રાન્ડની ૬૭ રિટેલ સાઇટ્સ ચાલુ છે. કંપની આગામી પાંચ વર્ષમાં તેનાં નેટવર્કને વિસ્તારીને ૪૦૦ રિટેલ સાઇટ્સ સુધી પહોંચાડવાની યોજના ધરાવે છે.

યુકેનાં મોટા એરપોર્ટ્સને જેટ A-1ના હોલસેલ સપ્લાયમાં અગ્રણી ખેલાડી એસ્સારે સંખ્યાબંધ અગ્રણી આંતરરાષ્ટ્રીય એરલાઇન્સને એવિએશન ફયુઅલનું સીધું સપ્લાય કરીને બજારમાં સફળતાપૂર્વક પ્રવેશ કર્યો છે અને તેના બિઝનેસના આ સેકટરમાં વૃધ્ધિ ચાલુ રાખી છે.

એસ્સાર ઓઇલ યુકેના ચીફ એકિઝકયુટિવ ઓફિસર એસ થંગપાન્ડીયને જણાવ્યું હતું કે, એસ્સાર યુકેનાં બજારમાં ખૂબ વિશ્વાસ ધરાવે છે, જે ગ્રુપની વ્યૂહાત્મક બિઝનેસની વૃધ્ધિની મહત્વાકાંક્ષાઓનો હિસ્સો છે. બીપીની એ એસેટ્સનું એકિવઝિશન યુકેની અંદર રોકાણ કરીને વૃધ્ધિ કરવાની કંપનીની પ્રતિબધ્ધતાને વધુ મજબૂત કરે છે.

'એસ્સાર બ્રિટનમાં વિસ્તરણમાં મહત્વની ભૂમિકા ચાલુ રાખશે. હાલમાં તે યુકેની રોડ ટ્રાન્સપોર્ટ માટેની ઇંઘણની માગનો ૧૬ ટકા સપ્લાય કરે છે અને આ સમજૂતિ અમને અમારી સ્પર્ધામાં સુધારો કરવા સક્ષમ બનાવશે. બદલાતા જતા પરિપ્રેક્ષ્યમાં સતત બિઝનેસ ડેવલપમેન્ટ અને ઇનોવેશન દ્વારા સ્પર્ધાત્મક રહીએ એ ખૂબ મહત્વનું છે.'

'આ એકિવઝિશનથી એસ્સાર અત્યંત સ્પર્ધાત્મક એવા યુકે મિડલેન્ડ્સ રીજનમાં તેની હાજરી જાળવી રાખશે અને વિસ્તરણ કરી શકશે. આ ઉપરાંત, અમે ૧૨ નવા સ્ટેશન્સ દ્વારા અમારી રિટેલ કામગીરીનું વિસ્તરણ ચાલુ રાખીશું. અમે તાજેતરમાં બે ટર્મિનલ્સ દ્વારા સપ્લાય કરવા એમપીકે સાથે સમજૂતિ કરી હતી.'

જો કોઇ એકિવઝિશનથી લાંબે ગાળે મૂલ્યસર્જન થતું હોય અને એસ્સાર ઓઇલ યુકેની વૃધ્ધિ યોજનાને પૂરક હોય તો એએસ્સાર ઇનઓર્ગેનિક રીતે વિસ્તરણ  કરવા તકો શોધવાનું ચાલુ રાખશે.(૨૧.૧૯)

(3:48 pm IST)