Gujarati News

Gujarati News

News of Thursday, 7th February 2019

ટંકારાના દેવળીયા પાસે જીનીંગ મીલમાં ૯૩ હજારની ચોરી : તસ્કરો કેમેરામાં કેદ

જીનીંગમાં ચોરી કરતા તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગયા હતા તે દ્રશ્યમાન થાય છે. (તસવીર : હર્ષદરાય કંસારા, ટંકારા)

ટંકારા તા. ૭ : ટંકારા તાલુકાના દેવળીયા ગામે આવેલ જીનીગ મિલમાં રાત્રીના તસ્કરોએ મિલમાં પ્રવેશ કરી કબાટમાં રાખેલ રોકડા રૂ.૯૩૦૦૦ ની મત્ત્।ાની ચોરી કરી લઇગયાની ફરિયાદ ટંકારા પોલીસ મથકમાં નોંધાઈ છે. મળતી વિગત મુજબ ટંકારા તાલુકા ના દેવળિયા માં આવેલ રત્ના કોર્ટેક્ષ જીનીગ મિલમાં રાત્રીના ૧.૩૦ વાગ્યે અજાણ્યા ચાર ઈસમોએ મિલમાં પ્રવેશ કરી ઓફીસ તથા કબાટના લોક તોડી કબાટમાં રાખેલ રોકડા રૂ.૯૩૦૦૦ ની ચોરી કરી લઇ ગયાની ફરિયાદ મિલ સંચાલક હર્ષદભાઈ જશમતભાઈ ઘોડાસરાએ નોંધાવી છે. ટંકારા પોલીસે ફરીયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.(૨૧.૧૮)

(3:47 pm IST)