Gujarati News

Gujarati News

News of Thursday, 7th February 2019

પ્રભાસપાટણમાં કોળી સમાજની બેઠક મળીઃ જ્ઞાતિ વિકાસની ચર્ચા થઇ

પ્રભાસપાટણ, તા.૭: પ્રભાસપાટણ મુકામે હિરણ જનતા સોસાયટીમાં કોળી સમાજની બેઠક મળેલ હતી. આ બેઠક શ્રી સમસ્ત કોળી સમાજ યુવક મંડળ દ્વારા યોજવામાં આવેલ હતી. જેમાં ગત વર્ષે થયેલા સમુહલગ્નનો વાર્ષિક હિસાબ રજુ કરવામાં આવેલ, કારોબારીની વરણી, જમીન ખરીદી, સમુહલગ્નમાં આયોજન વિશે ચર્ચાઓ, તેમજ સંસ્થાની જુદી-જુદી સમીતીની રચના અને સમાજમાં ખોટા ખર્ચાઓ બંધ કરી અને સમુહલગ્નમાં જોડાવું. શિક્ષણ પ્રત્યે જાગૃત થવુ, અંધશ્રધ્ધાં નાબુદ કરવી તેમજ વ્યસનોને તિલાજંલી સહિતના મુદાઓ વિશે વ્યાપક ચર્ચાઓ કરવામાં આવેલ.

આ તકે ગીર-સોમનાથ જીલ્લા કોળી સમાજના પ્રમુખ અને પ્રભાસપાટણ કોળી સમાજના પ્રમુખ કાનાભાઇ વાસાભાઇ ગઢીયા, સમસ્ત કોળી સમાજના પ્રમુખ લખમણભાઇ સરમણભાઇ સોલંકી, જેશલભાઇ ભરડા (સમુહલગ્ન સમાન પ્રમુખ) ઉપપ્રમુખ જેન્તીભાઇ વાયલુ, દેવાભાઇ ઘારેસા (એડવોકેટ-વેરાવળ) દેવરાજભાઇ રાઠોડ (ડાભોર) જેશલભાઇ વાજા (પ્ર.પાટણ) વિરેન્દ્રસિંહ ગઠીયા (પ્ર.પાટણ) ભીમભાઇ વાયલુ (વેરાવળ), રામભાઇ સોલંકી (પ્ર.પાટણ) ડાયાભાઇ ભાદરકા (વેરાવળ), સુરેશભાઇ કામળીયા, ભારતીબેન પરમાર, અરમણભાઇ ગઢીયા, રમેશભાઇ કેશવાલા, વિરજીભાઇ જેઠવા, રાજુભાઇ બારૈયા, રણમલભાઇ કરગઠીયા, લક્ષ્મીકાંત સોલંકી (પટેલ) સહિતના સહિતના અગ્રણીઓએ હાજરી આપેલ હતી.(૨૩.૨)

(2:38 pm IST)