Gujarati News

Gujarati News

News of Thursday, 7th February 2019

મોરબી નાની સિંચાઇ કૌભાંડમાં એડવોકેટના શરતી જામીનમંજૂર

રાજકોટ, તા.૭: સિંચાઈ કૌભાંડમાં જેલવાસ ભોગવી રહેલા એડવોકેટના હાઈકોર્ટ દ્વારા શરતી જામીન મજુર કરવામાં આવ્યા છે.

મોરબી જિલ્લામાં નાની સિંચાઈ યોજના કૌભાંડમાં સંડોવાયેલા હળવદના કોંગ્રેસના ધારાસભ્ય પરસોત્ત્।મભાઈ સાબરીયા, નિવૃત કાર્યપાલક ઈજનેરસી.ડી.કાનાણી, કોન્ટ્રાકટર ચૈતન્ય જયંતિલાલ પંડયા, મજુર મંડળીના ભરતભાઇ રાઠોડ ,ગણપતભાઈ રાઠોડ અને એડવોકેટ ભરત ગણેશિયા વિરુદ્ઘ પોલીસે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી. જેના પગલે આરોપીઓ છેલ્લા ત્રણ માસથી જેલવાસ ભોગવી રહ્યા છે.આ દરમિયાન ધારાસભ્યના કોન્ટ્રાકટર સહિતના આરોપીઓની જામીન અરજીનાં મજુર થઈ છે તો મંડલીના ગણપત રાઠોડના જામીન મળી ગયા છે એડવોકેટ દ્વારા પણ જામીન માટે હાઈકોર્ટમાં અપીલ કરવામાં આવી હતી જેમાં હાઈકોર્ટે એડવોકેટ ભરત ગણેશિયાના જામીન મજુર કર્યા છે જેમાં ધારાશાસ્ત્રી તરીકે પંકજ ચૌધરી, મહેશ ગણેશિયા અને દિલીપભાઈ અગેચણીયા સહિતના રોકયેલા હતા જેમની દલીલો માન્ય રાખી તેને રૂપિયા ૧૦ હજાર ભરીને શરતી જામીન આપવમાં આવ્યા છે.(૨૨.૪)

(11:33 am IST)