Gujarati News

Gujarati News

News of Thursday, 7th February 2019

દાઠા પોલીસ મથકમાં પોલીસે માર માર્યાની તળાજા કોર્ટમાં થયેલ ફરિયાદને લઈ કોર્ટ જાતે કરશે તપાસ

તળાજા, તા.૭: માઇનિંગ બાબતે દાઠા પોલીસ મથક નીચેના વિસ્તારમાં પોલીસ અને માઇનિંગનો વિરોધ કરી રહેલ લોકો વચ્ચે થયેલ લોહિયાળ ઘર્ષણના પગલે પોલીસ એ બે ગુન્હાઓ દાખલ કરી આરોપીઓ ને તળાજા કોર્ટ સમક્ષ રજુ કરતા બાવન વ્યકિત ઓએ પોતાને પોલીસ મથક માં માર મારવામાં આવ્યા ની ફરિયાદ કરતા તળાજા કોર્ટ દ્વારા જાતે તપાસ હાથ ધરશે. ફરિયાદી પક્ષના નિવેદનો બાદ કોર્ટ આગળની કાર્યવાહી હાથ ધરશે.

તળાજાના તલ્લી અને બામભોર ગામ નજીક પોલીસ સુરક્ષા સાથે કરવામાં આવતા માઇનિંગનો વિરોધ નોંધાવવાના આસપાસના ગ્રામજનો અને પોલીસ વચ્ચે થયેલ ઘર્ષણના ઘેરા પડઘા રાજયભરમાં પડ્યા હતા. પોલીસ એ ફરજમાં રુકાવટ અને જીવલેણ હુમલાની ભારે કલમો સાથે બાણું વ્યકિતઓની ધરપકડ કરી કોર્ટ તળાજામાં આરોપીઓને રજૂ કર્યા હતા. એ સમયે કોર્ટ સમક્ષ બાવન વ્યકિતઓએ દાઠા પોલીસ મથક માં લાવી માર મારવામાં આવ્યો હોવાનો આરોપ લગાવ્યો હતો. જજ સમક્ષ ફરિયાદ કરી હતી.

ત્યારબાદ ભરત ભીલ દ્વારા હાઇ કોર્ટ માં વિવિધ મુદ્દે અપીલ દાખલ કરી હતી જેમાં પોલીસ વિરુદ્ઘ એફઆઈઆર નોંધવાની માગ પણ કરી હતી.એ બાબત હાલ હાઇ કોર્ટમાં છે.

બીજી તરફ તળાજા કોર્ટ સમક્ષ બાવન વ્યકિત ઓએ કરેલી ફરિયાદ ના અનુસંધાને તળાજા કોર્ટ તપાસ કરશે. સૂત્રો એ ઉમેર્યૂ હતુંકે ફરિયાદી પક્ષના કોર્ટ નિવેદનો નોંધશે. એ બાબત પૂર્ણ થયા બાદ આગળની કાર્યવાહી કોર્ટ દ્વારા હાથ ધરવામાં આવશે.(૨૩.૬)

(11:31 am IST)