Gujarati News

Gujarati News

News of Thursday, 7th February 2019

કોટડાસાંગાણી તા. પં. દ્વારા વિવિધ ગામોના દોઢ કરોડના કામો

કોટડાસાંગાણી, તા.૭  : કોંગ્રેસ પ્રેરીત કોટડાસાંગાણી તાલુકા પંચાયત દ્રારા ૧૫૧ લાખના વિકાસના કામોનુ આયોજન કરતા તાલુકા ભરના લોકોમા હર્ષની લાગણી ફેલાઈ છે.

તાલુકા પંચાયત દ્વારા ૧૫૧ લાખના તાલુકાભરના એકપણ ગામને અન્યાય ન થાય તે ધ્યાનમા રાખીને ૨૦૧૯ના વર્ષનુ આયોજન ટીડીઓ જે જી ગોહીલ પ્રમુખ બાબુભાઈ સરવૈયા અધ્યક્ષ મુન્નાભાઈ સાંઢવાયા ન્યાય સમીતી ચેરમેન નરેન્દ્રભાઈ સોલંકિઙ્ગ ઉપ પ્રમુખ દિલીપભાઈ દ્રારા ગ્રામ પંચાયતોની રજુઆતોને ધ્યાનમા રાખીને આયોજન કરાયુ જેમા મોટા માંડવામા પેવર બ્લોકનુ કામ રામોદમા આંબેડકર નગરમા ભુગર્ભ ગટર. નાના માંડવામા અ.જા. સ્મશાનમા કમ્પાઉન્ડ વોલ શાપરમા નવા અ.જા.સ્મશાનમા પ્રાથના હોલ અરડોઈ મા અ.જા વિસ્તારમા ભુગર્ભ ગટર નારણકામા સી સી રોડ પડવલામા અજા વિસ્તારમા પેવર બ્લોકનુ કામ જયારે કોટડાસાંગાણીમા રાધાકૃષ્ણ સોસાયટીમા સીસી રોડ માણેકવાડામા સીસી રોડઙ્ગ સાંઢવાયા અને સતાપરમા મુસ્લીમ કબ્રસ્તાનમા કંપાઉન્ડ વોલ ભાડવામા પેવર બ્લોક આણંદપરમા પેવર બ્લોક વાદિપરામા પેવર બ્લોક ચાંપાબેડામા પેવર બ્લોક અરડોઈ જુના રાજપીપળા અને અનીડા વાછરામા ભુગર્ભ ગટર સોળીયામા ભુગર્ભ ગટર ભાડુઈમા પંચાયત કચેરીને કંપાઉન્ડ વોલ જુની ખોખરીમા ભુગર્ભ ગટર પાંચતલવડામા અવેડો અને ચબુતરો દેવળીયામા પાણીની પાઈપ લાઈન કાલંભડીમા હિન્દુ સ્મશાનને કંપાઉન્ડ વોલ થોરડીમા ભુગર્ભ ગટર નવી મેંગણીમા મુસ્લીમ સ્મશાનને કંપાઉન્ડ વોલ જુની મેંગણીમા ભુગર્ભ ગટર રામોદ રામપરા કરમાળ પીપળીયા અને રાજપરા તેમજ મોટા માંડવામા ભુગર્ભ ગટર. પડવલામા હિન્દુ સ્મશાનમા પ્રાથના હોલ કરવા સહીતના તાલુકાભરના ગામોમા વિવિધ કામોની મંજુરીનુ આયોજન કરાતતા લોકોમા હર્ષની પ્રસરી છે.(૪૫.૨)

 

(11:23 am IST)