Gujarati News

Gujarati News

News of Thursday, 7th February 2019

પોરબંદરમાં કાલથી ૩ દિવસ હોમીયોપેથીક અને નિદાન કેમ્પ : બાયોગ્રાફીનું વિમોચન

પોરબંદર, તા. ૭ : રિઝવાન આડતીયા ફાઉન્ડેશન દ્વારા બાળકોના રોગોને લગતી સારવાર દેશના નામાંકિત હોમિયોપેથિક ડોકટરોના સહયોગથી વિવિધ દર્દોથી પીડીત બાળકોને સારવાર માટે કાલે તા. ૮મી થી તા.૧૦મી સુધી ૩ દિવસના કેમ્પનું મદ્રેસા બોયઝ હાઇસ્કૂલ સુદામા ચોક ખાતે સવારે ૧૦થી ૬ આયોજન કરવામાં આવેલ છે. સાથે રિઝવાન આડતીયાના જીવન ચરિત્રનું બ્રેઇની લીપીમાં ભાષાંતર કરેલ હોય આ બ્રેઇની લીપીની બુકનું વિમોચન પણ કરવામાં આવશે.

જીલ્લા કલેકટર શ્રી એમ.એ. પંડયાની અધ્યક્ષતામાં યોજાનાર કેમ્પનું ઉદ્ઘાટન જીલ્લા એસ.પી. ડો. પાર્થરાજસિંહ ગોહેલ કરશે. એસ.બી.આઇ.ના પૂર્વ મેનેજર અને મુસ્લિમ અગ્રણી જનાબ ઇકબાલ બાપુ તીરમીજી ઉપસ્થિત રહેશે. આ કેમ્પમાં જેસીઆઇ પ્લસનો સહયોગ પ્રાપ્ત થયો છે. કેમ્પને સફળ બનાવવા માટે કેમ્પમાં રજીસ્ટર થયેલ તમામ દર્દીઓને આખા વર્ષ સુધી દવાઓ વિનામૂલ્યે પહોંચતી કરવામાં આવશે.

કેમ્પને સફળ બનાવવા જેસીઆઇસ પોરબંદર પ્લસ તથા વિ.જે. મદ્રેસાના ઓન. સેક્રેટરી દારૂકભાઇ સુર્યા જહેમત ઉઠાવી રહ્યા છે. (૮.પ)

 

 

(11:18 am IST)