Gujarati News

Gujarati News

News of Thursday, 7th February 2019

ગારીયાધાર તાલુકામાં સ્વાઇનફલુના બે કેસો

નાનીવાવડી ગામમાં ચોથો કેસ શાળાના બાળકો પણ તાવના ભરડામાં

ગારીયાધાર, તા. ૭ : શહેરમાં ડીસેમ્બરમાં સ્વાઇનફલુનો પોઝીટીવ કેસ નોંધાયો હતો જે અમદાવાદ સારવાર બાદ મૃત્યુ થવા પામ્યું હતું. જયારે નાની વાવડી ખાતે જાન્યુઆરીમાં એક કેસ પોઝીટીવ જણાયો હતો જે ખાનગી હોસ્પિટલમાં સારવાર બાદ મૃત્યુ થવા પામ્યું હતું. જયારે ગારીયાધાર શહેરમાં અને નાનીવાવડી ગામે ચાલુ માસમાં એક-એક સ્વાઇનફલુના પોઝીટીવ કેસ દેખાતા બન્નેને સારવાર માટે ભાવનગર ખસેડાયા છે.

જયારે નાનીવાવડી ગામે ર૦૧ર-૧૯ના વર્ષમાં અગાઉ ત્રણ કેસ નોંધાયા બાદ ફરી એક પોઝીટીવ કેસ નોંધાવા પામ્યો છે.

જયારે ગારીયાધાર પંથકમાં ખારડી ગામે પણ એક પ૦ વર્ષીય આઘેડની ભાવનગર સારવાર લેતા મૃત્યુ થવા પામ્યું હતું. વળી, નાનીવાવડી ગામ ખાતે બાળકો અને મહિલાઓમાં તાવ જેવી અસરો જોવાઇ રહી છે. પ્રાથમિક શાળા દ્વારા શાળાના બાળકો માટે આરોગ્ય ટીમ બોલાવીને કેમ્પ ગોઠવી દેવામાં આવ્યો છે. (૮. ૬)

 

(11:16 am IST)