Gujarati News

Gujarati News

News of Thursday, 7th February 2019

સુરજકરાડીમાં ૮૦ લીટર જેટલું કેફી પ્રવાહી પકડી પાડતી મીઠાપુર પોલીસ

 મીઠાપુર તા. ૭ :.. સુરજકરાડી ગામે મીઠાપુર પોલીસ સ્ટાફના મહિરાજદાન મનહરદાન ગઢવી, રાજાભાઇ વાલાભાઇ સાખરા, રવિભાઇ મનહરભાઇ સોલંકી વી. પો. સ્ટે. વિસ્તારમાં બી. બી. સાગથ્યા સાથે પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન મહાજનવાડીની બાજુમાં રેઇડ કરતા કપીલભા રામભા ભથડ ઉ.ર૦ ધંધો મજુરી કામ અને અકબરભાઇ બોદુભાઇ મંકોડા ઉ.ર૭ ધંધો મજુરી કામ બંને પાસેથી એક પ્લાસ્ટિકના બાચકામાંથી પ્રવાહી ભરેલ કોથળીઓ મળી આવતા તે કોથળીઓ ખોલી સુંઘતા કેફી પ્રવાહી જેવી દુર્ગંધ જણાતા આ કેફી પ્રવાહી પોતાના કબજામાં રાખવા માટે કોઇ પાસ પરમીટ કે આધાર પુરાવો ના મળી આવતા એક સેમ્પલ બોટલ ભરી પ્લાસ્ટીકના બાચકા અને એક લીટર વાડી કોથળીઓ ૬૦ તથા અડધા લીટર વાડી કોથળીઓ ૪૦ આમ બંને મળી કુલ પ્રવાહી કેફી ૮૦ લીટર જેની કિ. રૂ. ૧૬૦૦ નો ગુનો નોંધી ફરારી ભરતભાઇ તોર્યાભા સુમાનીયા રે. ઉદ્યોગનગર સુરજકરાડી વિરૂધ્ધ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. (પ-ર૦)

 

(11:16 am IST)