Gujarati News

Gujarati News

News of Thursday, 7th February 2019

સોમનાથ ગ્રામ્ય પંથકમાં ૧૩૩ વિજ જોડાણોમાં ગેરરીતિ : ૧૭.૪૩ લાખના દંડનીય બીલ ઇસ્યુ

પ્રભાસ-પાટણ, તા. ૭ : બરોડા એકઝી. ઇન્જી. વીજીલન્સ એ.એસ. ચૌધરી તથા કાર્યપાલક ઇજનેર ડી.વી. લાખાણીના માર્ગદર્શન હેઠળ પી.જી.વી.સી.એલ.ની વીજ ચેકીંગની ૪પ ટુકડીઓએ બીજે દિવસે પણ વીજ ચેકીંગ ચાલુ રાખી લાટી, કદવાર, હરણાસા, પ્રશ્નાવડા, ભુવાટીંબી, મોરડીયા, સોલાજ, વાસાવડ, ડારી, ડાભોર, નવાપરા અને વેરાવળના સટ્ટાબજાર, આરબ ચોક, મોચીબજાર, ખારવાવાડ સહિતના વિસ્તારોમાં ૬૯પ વીજ જોડાણો ચેક કર્યા જેમાં ઘરના પ૬૮, દુકાન ૩૬, ખેતીવાડી ૩, જેમાં ૧૩૩ વીજ જોડાણોમાં ગેરરીતિ માલુમ પડતા રૂ. ૧૭.૪૩ લાખના દંડનીય બીલ ઇસ્યુ કરાયા જેમાં ઘર જોડાણ ૧ર૯, દુકાન-ર, ખેતીવાડી ૩નો સમાવેશ થાય છે.

 

(11:16 am IST)