Gujarati News

Gujarati News

News of Thursday, 7th February 2019

કેશોદ અને ભેસાણ પંથકમાં જુગાર દરોડા : ૧૩ શખ્સોની ધરપકડ

 જુનાગઢ તા ૭ : કેશોદ  અને ભેસાણ પંથકમાં પોલીસે જુગાર અંગે  દરોડા  પાડીને ૧૩ શખ્સોની રૂા ૫૪ હજારના મુેદામાલ સાથે ધરપકડ કરી હતી.

કેશોદના પોલીસ જમાદાર પી.જે. ડાભીએ દરોડો પાડીને નાગજી વશરામ ચાવડા સહિત ૬ જણાન ેસોંદરડા ગામે જુગાર રમતા પકડી પાડેલ.

પોલીસ ેઅહિં જુગારીઓ  પાસેથી રૂા ૧૮૫૨૦/- ની રોકડ અને મોબાઇલ સહિત રૂા ૩૫૯૨૦/- નો મુદામાલ કબજે કર્યો.

ભેસાણના પી.એસ.આઇ. આર.આર. ચોૈહાણ ે ચુડા ગામેથી  મનુ નાજભાઇ ધાંધલ  સહિત ૭ શખ્સોને રૂા ૧૭૫૦૦/- ની રોકડ સાથે જુગાર રમતા પકડી લઇ ધોરણસરની  કાર્યવાહી  કરી હતી. (૩.૬)

(11:15 am IST)