Gujarati News

Gujarati News

News of Thursday, 7th February 2019

સોમનાથ-કોડીનાર રેલ્વે પ્રોજેકટ રદ કરવા કલેકટરને પત્ર

 સુત્રાપાડા, તા. ૭: સોમનાથ-કોડીનાર નવી રેલ્વે લાઇન પ્રોજેકટ માત્ર ઉદ્યોગોને રાજી રાખવાના હેતુસર મંજુર કરવામાં આવેલ હોવાના આક્ષેપ સાથે પ્રોજેકટનો વિરોધ નોંધાવતા ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ મંત્રી ઉષાબેન કુસકીયાએ જિલ્લા કલેકટરને પત્ર પાઠવી આ પ્રોજેકટ વિશે પુનઃવિચારણા કરવા માંગણી કરેલ છે.

પત્રમાં જણાવ્યા મુજબ આ પ્રોજેકટ હેઠળ સિંહનો વસવાટ આવેલ હોય આ ઉપરાંત ગીર-સોમનાથના અસંખ્ય ખેડૂતોની ફળદ્રુપ જમીન સરકારના નજવા સવાર્થ ને કારણે નાશ પામી શકે છે જેથી અનેક ખેડૂતો પુરી રીતે પાયામાલ બનવાની પુરી દહેશત વ્યકત કરવામાં આવેલ.

આ પ્રોજેકટ અનુસાર નવી રેલ્વે લાઇન મુજબ અનેક ખેડૂતોના વિશાળ હિતોને ધ્યાને લેવામાં આવે એ અંત્યત જરૂરી હોય જેથી આના વિકલ્પ રૂપે હાલ વેરાવળ-કોડીનાર વચ્ચે કાર્યરત મીટર ગેજ લાઇન બે બ્રોડગેજમાં રૂપાંતરીત કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવેલ છે.

આ ઉપરાંત વેરાવળ-કોડીનારને જોડતો સીસી ફોરલેન હાઇવે નું કામ પણ તાત્કાલિક અસરથી શરૂ હોય જેથી ઉદ્યોગોની પુરેપુરી જરૂરિયાતો સચવાય શકે તેમ હોય આમ અનેક વિકલ્પો હોવાનું જણાવી ખેડૂતોના વિશાળ હિતમાં આ પ્રોજેકટ અંગે પુનઃ વિચારણા કરવામાં આવે તે જરૂરી હોવાનું પત્રમાં જણાવેલ છે. (૯.૧)

 

(11:14 am IST)