Gujarati News

Gujarati News

News of Thursday, 7th February 2019

ધોરાજી તાલુકાના ગ્રામીણ વિસ્તારની પીવાના પાણીની સમસ્યા હલ કરવા લોક માંગ

ધોરાજી તાલુકાની પાણી સમસ્યા ઉકેલવા માટે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરાઇ : પ્રમુખ દોઢ મહિનામાં કામગીરી પૂર્ણ થયે નર્મદા યોજનાનું પાણી મળશે : નાયબ કાર્યપાલક

ધોરાજી તા. ૭ : ધોરાજી તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં ભરશિયાળે પિવાના પાણીની સમસ્યા વિકટ બની રહી છે ત્યારે ગ્રામીણ વિસ્તારમાં ભાદરડેમ-૨ નૂ દૂષીત પાણી વિતરણ કરાતાં લોકોમાં રોષ વ્યાપી રહયો છે

ધોરાજી તાલુકાના મોટીમારડ, છત્રાસા, કલાણા, હડમતીયા, નાનીમારડ, ચીચોડ, ભાદાજાળીયા, પીપળીયા, મોટીપરબરડી સહિતના ગામીણ વિસ્તારોમાં કૂવાઓ, બોર માં પાણી ખલાસ થઇ ગયેલ છે પાણી પુરવઠા બોડ દ્વારા ભાદરડેમ-૨ જૂથ યોજના હેઠળ ભાદરડેમ-૨નું દૂષીત પાણી વિતરણ કરાતૂ હોવાની લોક ફરિયાદ ઉઠવા પામી છે. તાલુકાના ગામીણ વિસ્તારના લોકોએ પત્રકારોને જણાવ્યું હતું કે ધોરાજી ગ્રામીણ વિસ્તારમાં ભરશિયાળે પીવાનું શુધ્ધ પાણી મેળવવું મૂશ્કેલ છે. ભાદરડેમ-૨નું દૂષીત પાણી વિતરણ કરાઈ રહ્યું છે જેથી લોકો ને પાણી માટે હાલાકી ભોગવવી પડી રહે છે તંત્ર દ્વારા નર્મદા યોજનાનું પાણી વિતરણ શરૂ કરવાં માંગણી કરાઈ છે.

ધોરાજી તાલુકાના ગ્રામીણ વિસ્તારના પીવાના પાણીની સમસ્યા મામલે તાલુકા પંચાયત પ્રમુખ નીતાબેન રસીકભાઈ ચાવડાને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે ધોરાજી તાલુકાના ગ્રામીણ વિસ્તારની પિવાના પાણીની સમસ્યા હલ કરવા ઉચ્ચકક્ષાએ રજૂઆત કરાઈ છે. નમદા યોજનાનું પાણી વિતરણ કરવા માગણી કરાઈ છે.

ધોરાજી તાલુકાના ગામીણ વિસ્તારમાં ભાદરડેમ-૨ જુથ યોજના તળે પીવા નૂ પાણી વિતરણ કરાઈ રહ્યું છે ભાદરડેમ-૨નું પાણી ફિલ્ટર કરીને અપાઇ છે. ધોરાજી તાલુકાના ગ્રામીણ વિસ્તારને નર્મદા યોજનાનું પાણી દોઢ મહીનામાં કામગીરીપૂર્ણ થયે અપાશે તથા બોર તથા કૂવાઓ ઉંડા કરવાની કામગીરી કરવામાં આવનાર છે. ધોરાજી તાલુકાના ગ્રામીણ વિસ્તારની પિવાના પાણીની સમસ્યા હલ કરવા કાર્યવાહી કરાઈ હોવાનું જણાવ્યું હતું.(૨૧.૧૦)

(10:25 am IST)