Gujarati News

Gujarati News

News of Thursday, 7th February 2019

પ્રભાસપાટણમાં ટ્રાફીક સપ્તાહ

 પ્રભાસપાટણઃ પોલીસ દ્વારા ટ્રાફીક સપ્તાહ ૨૦૧૯ની ઉજવણી કરવામાં આવેલ હતી. પોલીસનાં અધિકારીઓ દ્વારા ટ્રાફીકના નિયમો અંગે સમજુતી આપેલ નશો કરીને વાહનો ન હાંકવા, હેલ્મેટ પહેરવું, સીટ બેલ્ટ પહેરવો, વાહનો ગતિ મર્યાદામાં હાંકવા સહિત અનેક ટ્રાફિકનાં નિયમો સમજાવેલ. ટ્રાફીકનાં નિયમોનું પાલન કરીને મહામુલી જીંદગી બચાવી શકાય છે. ટ્રાફીક પોલીસ દ્વારા વાહન ચાલકોને ગુલાબનાં ફુલો આપી અને ટ્રાફીકનાં નિયમો સમજાવેલ તેમજ વાહનો ઉપર રેડીયમ પટ્ટી લગાડેલ તેમજ ટ્રાફીક સપ્તાહ દરમ્યાન સ્કુલો અને રોડ ઉપર ચાલતાં વાહન ચાલકોને ટ્રાફીકનાં નિયમો અંગે જાણકારી આપવામાં આવશે. પી.આઇ. જી.એમ. રાઠવા, ટ્રાફીક એચ.સી. ભરતભાઇ, ટ્રાફીક એ.એસ.આઇ. પેથાભાઇ (વેરાવળ), જિલ્લા ટ્રાફીકનાં પ્રતાપભાઇ, ટ્રાફીક સમિતિનાં કન્વીનર દિપકભાઇ સંઘવી તથા ભરતભાઇ એ.એસ.આઇ. સુનિલભાઇ, ેએસ.સી. મેરામણભાઇ, પી.સી. પ્રવિણભાઇ તથા ટ્રાફીક બ્રિગેડનાં સભ્યોએ હાજરી આપેલ અને વાહન ચાલકોને ટ્રાફીક અંગે માર્ટદર્શન આપેલ. ટ્રાફીક સપ્તાહ ઉજવણી સમારંભમાં દીપ પ્રાગટયની તસ્વીર.(તસ્વીરઃ દેવાભાઇ રાઠોડ, પ્રભાસ પાટણ)(૧.૨)

(10:24 am IST)