Gujarati News

Gujarati News

News of Thursday, 7th February 2019

ઓખામાં ૪૦મી મહાજન સ્મારક હોડી સ્પર્ધા ખંભાળિયા દ્વારકામાં દિવ્યાંગ સાધન સહાય કેમ્પ

ખંભાળીયા તા. ૭ : ગુજરાત સરકારશ્રીનાં કમિશ્નરશ્રી, યુવક, સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ  ગાંધીનગર દ્વારા વિવિધ સાહસીક પ્રવૃતિઓને પ્રોત્સાહન આપવામાં આવે છે જે અનુસાર સાગર ખેડુ સમાજનાં સાહસીકોને પ્રોત્સાહન આપવા માટે સમુદ્ર સાહસીક પ્રવૃતિ અંતર્ગત ૪૦ મી મહાજન સ્મારક સમુદ્ર હોડી સ્પર્ધાનું તા.૧૯ના રોજ દામજી જેટીથી બેટ દ્વારકા સુધી જીલ્લા રમત ગમત અધિકારીની કચેરી દેવભુમિ દ્વારકા દ્વારા આયોજન કરવામાં આવનાર છે.તો આ સ્પર્ધામાં ભાગ લેવા ઈચ્છતા તમામ સાહસીકોએ જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, રૂમ નં. C-1/2, પ્રથમ માળ, જિલ્લા સેવા સદન, લાલપુર બાયપાસ રોડ, ખંભાળીયા, જિ.દેવભુમિ દ્વારકાનો સંપર્ક કરવાનો રહેશે. તેમ જિલ્લા રમત ગમત અધિકારીશ્રી દેવભૂમિ દ્વારકાની યાદીમાં જણાવાયું છે. 

ખંભાળીયા દ્વારકા ખાતે દિવ્યાંગ સાધન સહાય કેમ્પ

ભારત સરકારશ્રી દ્વારા જામનગર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગોને કૃત્રીમ અંગો/ સાધન સહાય પુરા પાડવા માટે દિવ્યાંગોને જરૂરીયાત મુજબ મળવાપાત્ર સાધન નકકી કરવા માટે મોજણી (પ્રાથમિક ચકાસણી કેમ્પ)નું જામ ખંભાળીયા અને ભાણવડ તાલુકા માટે તા.૧૦-૦૨-૧૯ ના રોજ સરકારી હોસ્પિટલ ખંભાળીયા તથા દ્વારકા અને કલ્યાણપુર તાલુકાના લાભાર્થીઓ માટે તા.૧૧-૨-૧૯ ના રોજ સામુહિક આરોગ્ય કેન્દ્ર દ્વારકા ખાતે સવારે ૯ થી ૫ સુધી આયોજન કરવામાં આવેલ છે. આ કેમ્પના સુચારૂ આયોજન અંગે અધિક કલેકટર પટેલના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં કેમ્પમાં જરૂરી આનુષાંગિક વ્યવસ્થા માટેની ચર્ચા કરવામાં આવી હતી.(૨૧.૩)

(9:28 am IST)