Gujarati News

Gujarati News

News of Wednesday, 7th February 2018

જામનગરનો એએસઆઇ ભુપેન્દ્ર ઉપાધ્યાય લાંચ લેતા ઝડપાયો

દારૂના કેસમાં વહેલું ચાર્જસીટના બદલામાં 3000 માંગ્યા તા :એસીબીના છટકામાં રકમ સ્વીકારતા રંગે હાથ ઝડપાઇ ગયા

જામનગર :શહેરના ડીવીઝન પોલીસમાં ફરજ બજાવતા એએસઆઇ ભુપેન્દ્ર ઉપધ્યાય લાંચ લેતા ઝડપાયો છે દારૂ કેસ મામલે લાંચ માંગી હોવાની એન્ટી કરપ્શન બ્યુરોમાં ફરિયાદ થતા એસીબી ટીમે છટકું ગોઠવીને લાંચની રકમ સ્વીકારતા રંગે હાથ ઝડપી લીધો હતો

  અંગેની વિગત મુજબ જામનગર ડીવીઝન પોલીસ ASI ભુપેન્દ્ર ઉપાધ્યાય ખંભાળિયા ગેટ પોલીસ ચોકી ખાતે ફરજ બજાવે છે ફરિયાદી પાસેથી દારૂ કેસમાં વહેલું ચાર્જશીટ કરવાના બદલામાં ૩૦૦૦ રૂપિયાની લાંચની માંગણી કરી હતી. જે લાંચની માંગણી અન્વયે ફરિયાદીએ એસીબીમાં ફરિયાદ કરતા એસીબી ટીમે છટકું ગોઠવ્યું હતું અને લાંચ માંગનાર પોલીસ ASI પોલીસ ચોકીની સામે લાંચની રકમ સ્વીકારતા એસીબી ટ્રેપમાં રંગે હાથે ઝડપાઈ ગયો હતો. એસીબી ટીમે લાંચની ૩૦૦૦ રૂપિયાની રકમની રીકવરી કરીને આરોપી ASI સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

(12:13 am IST)