Gujarati News

Gujarati News

News of Wednesday, 7th February 2018

મુળીના સરામાં ભરવાડ યુવકની હત્યા મુસ્લિમ ઘાંચી શખ્સે કરી'તીઃ પ્રેમ પ્રકરણ કારણભૂત

વઢવાણ તા.૭ : મુળી તાલુકાના સરા ગામે મુઢવા ગામે શકિત માતાજીના મઢ આવેલો છે. આ મઢમાં ભુવા તરીકે યોગેશ જીણાભાઇ મુંધવા માતાજીના મઢમાં રહી અને માતાજીને દિવાબતી-આરતી આ ભુવો કરતો હતો. આ દરમિયાનમાં મોડીરાત્રીના માતાજીના મઢના પાછલા બારણેથી અજાણ્યો શખ્સ પ્રવેશ કરીને ભરઉંઘમાં નિંદ્રા માણી રહેલા યોગેશ જીણાભાઇ મુંધવા તિક્ષણ હથિયારના ઘા ઝીકયા હતા. ત્યારે યોગેશ અચાનક હુમલો થતા ફળીયામાં બુમાબુમ થતા આજુબાજુમાં સગાસંબંધી જાગીને દોડી આવ્યા હતા. ત્યારબાદ અવસ્થાનમાં ઢળી પડેલા યોગેશ મુંધવાને સારવાર માટે ૧૦૮ના માધ્યમ થકી લઇ જવામાં આવ્યો હતો ત્યારબાદ અમદાવાદ સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો. જયાં તેનુ સારવાર દરમ્યાન મોત નિપજયુ હતુ.

ત્યારે હત્યાના બનાવમાં પોલીસ સુત્રોને વધુ માહિતીમાં આ યોગેશ મુંધવાની પ્રેમ પ્રકરણમાં હત્યા થઇ હોવાનું બહાર આવ્યુ છે અને મુસ્લિમ ઘાંચી યુવતીના પ્રેમ પ્રકરણમાં આ યુવાનને મુસ્લિમ ઘાંચી શખ્સે જ રાત્રીના હત્યા કરેલ હોવાનું અને હાલ આ યુવાનને ઝડપી પાડયો હોવાનું જાણવા મળી રહ્યુ છે. ત્યારે મૃતક યુવક સુરેન્દ્રનગરના જોરાવરનગરમાં મુંધવા યોગેશ રહેતો હતો પરંતુ છેલ્લા ઘણા સમયથી મુંધવા શકિત માતાના ભુવા તરીકે યોગેશ સ્થાપિત થતા સરા માતાજીના મઢ પાસે જ રહેતો હતો ત્યારે હત્યાથી જોરાવરનગરમાં પણ શોકની લાગણી છવાઇ ગઇ છે.

(3:38 pm IST)