Gujarati News

Gujarati News

News of Wednesday, 7th February 2018

નારદજીની નિંદાએ ઠાકોરજીની નિંદા : પૂ.મોરારીબાપુ

સાવરકુંડલામાં શ્રી વલ્લભભાઇ શેઠ આરોગ્ય મંદિરના લાભાર્થે આયોજીત ''માનસ સેવાયજ્ઞ''શ્રીરામ કથાનો પાંચમો દિવસ

રાજકોટ તા. ૭ : ''નારદ મુનીની નિંદા ન કરવી જોઇએ કારણ કે, નારદજીની નિંદા એ ઠાકોરજીની નિંદા કરવા બરાબર છે'' તેમ સાવરકુંડલા ખાતે શ્રી લલ્લુભાઇ શેઠ આરોગ્ય મંદિરના લાભાર્થે આયોજીત ''માનસ સેવાયજ્ઞ''ના પાંચમાં દિવસે  પૂ.મોરારીબાપુએ કહ્યું હતું.

પૂ. મોરારીબાપુએ જણાવ્યું હતું કે દેવો, નારદમુનીને મોટી વિભુતી ગણતા હતા તેથી કહી શકાય કે, નારદમુની તકરાર કરાવનારા નહી પરંતુ વિણાથી વાણી ઉચ્ચારનારા દેવ છે જેવી રીતે સરસ્વતીજી વિણા સાથે વાણી ઉચ્ચારે છ.ે

પૂ.મોરારીબાપુએ ત્રણ પ્રકારની નિંદાની વાત કરીને લોકોને નિંદા ન કરવા અપીલ કરી હતી સુર્યનારાયણની આગળ ગમે તેટલા વાદળા આવે તો પણ તે તેનું પ્રકાશ આપવાનુ છોડતા નથી. તેમ કહ્યું હતુ઼.

પૂ. મોરારીબાપુએ ગઇકાલે ચોથા દિવસે કહ્યું હતું કેભગવદ્દ ગીતાએ પાંચ પ્રકારના યજ્ઞની વાત કરી છે. (૧) દવ્ય, યજ્ઞ, આ સેવા યજ્ઞમાં કોઇ ૩૦૦૦ રૂપિયા આપે કે કોઇ કરોઙ...એ દવ્ય યજ્ઞ છે. અહી નાનામાં નાનો માણસ કોઇને કોઇ યજ્ઞ કરી રહ્યો છે. (ર) તપ,યજ્ઞ કંઇકને કંઇક દરેકે કરવુ પડેછ ે. (૩) યોગયજ્ઞ યોગનો અર્થ જોડવુ થાય, જયાં દર્દી અને ડોકટર જોડાઇ જાય એ આ સેવાયજ્ઞનો યોગયજ્ઞ છે(૪) સ્વાધ્યાય યજ્ઞ દર્દીને વધુને વધુ રાહત કઇ રીતે આપી શકાય, કઇ રીતે એ લોકોને વધુને વધુ ઉપયોગી થઇ શકાય એની ચર્ચા-વિચારણા એ સ્વાધ્યાય યજ્ઞ છે (પ) જ્ઞાન યજ્ઞ આપણી સમજણનો આ યજ્ઞ છ.ે

સાવરકુંડલા ખાતે આયોજીત માનસ સેવાયજ્ઞમાં દરરોજ મોટી સંખ્યા દાતાઓ દ્વારા, દાન અર્પણ કરીને આ સેવાયજ્ઞમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે.

કાલે વિજયભાઇ રૂપાણી રામકથાનું રસપાન કરશે

રાજકોટ : પૂ. મોરારીબાપુની રામકથામાં કાલે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી ઉપસ્થિત રહેશે અને શ્રીરામકથાનું રસપાન કરશે.

(3:38 pm IST)