Gujarati News

Gujarati News

News of Wednesday, 7th February 2018

ખંભાળિયામાં ''ઓપરેશન મુસ્કાન''સફળ

જામ ખંભાળીયા પો.ઇન્સ.પી.બી.ગઢવી પો.હેડ.કોન્સ.રાજેન્દ્રસિંહ મોતીભા જાડેજા, આસપાલભાઇ કારા ભાઇ ગઢવી, રવિન્દ્રભાઇ બીજલભાઇ હેરભા, વિજયભાઇ કાગડીયા વિગેરે પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન મિલનચારગ રસ્તા પાસે રોડ પર એક બાળક એકલો રખડતો અને રડતો મળી આવેલ હોય જેથી બાળકને ચોકલેટ તથા બીસ્કીટ વિસ્વાસ આપીને તેને લઇને પૂછપરછ કરતા રાહુલભાઇ બુધાભાઇ બાભવા ઉ.વ.૧૪ રહે.સળખલા ગામ તા.ભાણવડ વાળો હોવાનુ જણાવેલ અને તે જામનગર મતવા માટલી ગામે આવેલ મોટી માટલી કુમાર છાત્રાલય થી કોઇને કહ્યા વગર છાત્રાલયેથી નિકળી ગયેલ હોય જેથી વારસદારને તપાસ કરી મામા ઉકાભાઇ વીરમભાઇ રાઠોડ તથા રામભાઇ વિરમભાઇ રાઠોડ રહે.ચોખડા રોડ ખંભાળીયા વાળાઓને બોલાવીને સોપીને ઓપરેશન મુસ્કાન પાર પાડેલ છે. આ કાર્યવાહી પો.હેડ.કોન્સ.રાજેન્દ્રસિહ મોતીભા જાડેજા તથા આશપાલભાઇ કારાભાઇ ગઢવી વિગેરે દ્વારા કરવામાં આવેલ છે.

(12:46 pm IST)