Gujarati News

Gujarati News

News of Wednesday, 7th February 2018

તળાજી નદીમાં ગંદકી-ગંદુ પાણી ઠાલવાતા કૂવા-બોરમાં ગંદુ પાણી આવે છે

તળાજા, તા. ૭ : સરકાર નદી શુદ્ધિકરણના પ્રોજેકટો પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે ત્યારે બીજી તરફ તળાજાની તળાજી નદીમાં ગંદુ પાણી, ગંદકી ઠલવાઇ રહી છે. આ વિસ્તારના રહીશોના જણાવ્યા પ્રમાણે લાંબા સમયથી ગટરનું પાણી આવી રહયું છે.

ધનેશ્વર મહાદેવ તરફ જવાના માર્ગેથી ગટરમાંથી ઠલવાતુ તળાજી નદીમાં પાણીને મચ્છરોના ઉપદ્રવ ઉપરાંત માંદગીનો ભય સતાવી રહ્યો છે. રહીશોએ રોષ લાઠવ્યો હતો કે વારંવાર રજૂઆત છતાં સ્થાનિક સત્તા મંડળ દ્વારા યોગ્ય પગલા ન ભરાવવાના કારણે સતત નદીમાં ગંદુ પાણી રહેવાના કારણે આસપાસના કૂવા-ડંકી વાટે મેળવાતા ભૂગર્ભ પાણીમાં પણ ગંદુ પાણી ભળી રહ્યું છે. જેથી એ પાણી પીવાને લાયક રહેતું નથી.

ચૂંટણી સમયે જ આ મુદ્દો સ્થાનિક લોકો દ્વારા ઉઠાવવામાં આવ્યો છે. સ્થાનિક આગેવાનોએ ગંદુ પાણી નદીમાં ઠલવાતુ બંધ નહીં થાય તો આંદોલનનો માર્ગ અપનાવવાનું કોર્ટમાં ઢસડી જવાનું જાહેર કર્યું છે.

(11:49 am IST)