Gujarati News

Gujarati News

News of Wednesday, 7th February 2018

કોડીનાર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ભાજપ પ્રેરિત સરપંચોનો દબદબો

કોડીનાર, તા. ૬ :  કોડીનાર ગ્રામ પંચાયતનોની યોજાયેલી ચૂંટણીમાં જાહેર થયેલા પરીણામોમાં ભાજપ પ્રેરિત સરપંચોનો દબદબો રહ્યો છે.

કોડીનાર ગ્રામ પંચાયતોમાં અબણેજ, બરડા, ચૌહાણની ખાણ અને મુળ દ્વારકા ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઇ હતી જયારે સરીઠીયા-જગતીયા ગ્રામ પંચાયતો સમરસ જાહેર થઇ હતી. જેમાં અરણેજમાં સરપંચ પદે માનસિંહ સુરાભાઇ સોલંકી, બરડાનાં સરપંચ પદે મનુભાઇ જેઠાભાઇ વાંજા, મુળ દ્વારકાના સરપંચ પદે રવીનાબેન કિશોરભાઇ સિકોતરીયા અને ચૌહાણની ખાણ સરપંચ પદે જીવીબેન જેસીંગભાઇ ચૌહાણ ચૂંટાઇ આવ્યા છે જયારે સમરસ થયેલી અરીઠીયાનાં સરપંચ પદે દુભાઇ જવાભાઇ પસીયા અને જગતીયાનાં સરપંચ પદે પરબતભાઇ મસરીભાઇ રાઠોડ બિનહરીફ જાહેર થયા હતા કોડીનારની કુલ ૬ ગ્રામ પંચાયતોની ચૂંટણી જાહેર થઇ હતી જેમાં ર સમરસ થતા ૪ ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઇ હતી જેમાં ૬ માંથી ૪ ભાજપ પ્રેરિત સર કર્યા ચૂંટાતા ભાજપનો દબદબો રહ્યો હતો.

(11:48 am IST)